અમદાવાદ : મેયર પદ માટે ઠક્કરબાપાનગરના કિરીટ પરમારની દાવેદારી મજબૂત, ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલનું નામ ચર્ચામાં

0
17

અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપની જીત બાદ હવે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કોણ બનશે તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. અમદાવાદના પ્રથમ નાગરિક એટલે કે મેયર આ વખતે SC અનામત હોય ઠક્કરબાપાનગરના ચૂંટાયેલા કોર્પોરેટર કિરીટ પરમારની દાવેદારી વધુ મજબૂત ગણાય છે. જેની સાથે હિમાંશુ વાળાનું નામ પણ ચર્ચામાં છે. ડેપ્યુટી મેયર તરીકે ઘાટલોડિયાના ચૂંટાયેલા કોર્પોરેટર જતીન પટેલના નામો ચર્ચા ચાલી રહી છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે કોઈ સિનિયર કોર્પોરેટરને મુકવામાં આવે તેવી શક્યતાઓ છે.

કોને મળશે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ

ચૂંટણીમાં ભાજપના 159 ઉમેદવાર જીત્યા બાદ હવે બોર્ડ બનાવવાની તૈયારીઓ કરવાની શરૂઆત કરવામાં આવશે. મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે અત્યારથી લોબીગ થઈ રહ્યું છે. ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીમાં અને અન્ય કમિટીમાં ચેરમેન પદ અને સ્થાન મેળવવા પણ ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. ભાજપ અને કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા કોર્પોરેટરોએ પોતાના કોર્પોરેટર તરીકેના સર્ટિફિકેટ મ્યુનિસિપલ સેક્રેટરી ઓફિસમાં જમા કરાવવાના હોય છે જેમાં ભાજપના તમામ કોર્પોરેટરોએ સર્ટિફિકેટ જમા કરાવ્યા છે જ્યારે આજે કોંગ્રેસના તમામ બાકી ઉમેદવારના ફોર્મ જમા થઈ જશે.

ઘાટલોડિયાના કોર્પોરેટર જતીન પટેલ

ઘાટલોડિયાના કોર્પોરેટર જતીન પટેલ

કોંગ્રેસ ફરી એકવાર વિપક્ષની ભૂમિકામાં

કોંગ્રેસ ફરી એકવાર વિપક્ષની ભૂમિકા ભજવશે જેમાં વિપક્ષના નેતા તરીકે બહેરામપુરામાંથી જીતેલા મહિલા કોર્પોરેટર કમળાબેન ચાવડા વિપક્ષના નેતા તરીકે ફરી મૂકવામાં આવે તેવી પુરી શક્યતાઓ છે. સિનિયર કોર્પોરેટર તરીકે ઇકબાલ શેખ, રાજશ્રી કેસરી અને શહેઝાદખાન પઠાણ છે પરંતુ કમળાબેનને ફરી વિપક્ષના નેતા તરીકે પાર્ટી ચાલુ રાખવા માગે છે તેવું સૂત્રોએ જણાવ્યું છે.

ઓવેસીની પાર્ટી AIMIMના 7 કોર્પોરેટરને હવે અલગ ઓફિસ આપવામાં આવશે

ઓવેસીની પાર્ટી AIMIMના 7 કોર્પોરેટરને હવે અલગ ઓફિસ આપવામાં આવશે

AIMIMના 7 કોર્પોરેટરને અલગ ઓફિસ મળશે

નવા કોર્પોરેટર અને બોડી કોર્પોરેશનમાં સ્થાન લે તેના પહેલા ઓફિસોને શરૂ કરવાની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. કોંગ્રેસના કોર્પોરેટરો ઘટી ગયા છે સામે ઓવેસીની પાર્ટી AIMIMના 7 કોર્પોરેટર ચૂંટાઈને આવતાં હવે તેઓને અલગ ઓફિસ આપવામાં આવશે. કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતાં અપક્ષ તરીકે લડીને જીત મેળવનાર લાંભાના કાળુભાઇ ભરવાડને પણ અલગ ઓફિસ આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here