અમદાવાદ : કોરોના વકરતા પોલીસ લોકડાઉનની જેમ કડકાઈ વર્તશે

0
11

રાજ્યમાં કોરોનાં વધતા હવે રાત્રિ કર્ફ્યૂનો સમય વધારી દેવામાં આવ્યો છે. કોરોનાનો ગ્રાફ વધ્યો તે પહેલાં લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા મનમાની કરતા હતા. જેના પરિણામે સરકારે નિયમ લાવવા પડ્યા અને હવે તેનું પાલન પોલીસ દ્વારા કરાવવું પડે છે. ગયા વર્ષે જેવી રીતે કડકાઈથી પોલીસે લોકડાઉનનું પાલન કરાવ્યું તેવી જ રીતે હવે કર્ફ્યૂ અને કોરોના ગાઈડલાઈનનું પોલીસ કડક રીતે પાલન કરાવશે.

કોરોના સંક્રમણ ઘટાડવા પ્રયાસ
અમદાવાદમાં કોરોનાએ ઉથલો માર્યો છે ત્યારે સેક્ટર-1ના સયુંક્ત પોલીસ કમિશનર આર વી અસારીએ કોરોનાના નિયમ અંગે વાત કરી હતી. જેમાં તેમણે આ વખતે એકદમ કડક નિયમનું પાલન કરાવવાંનુ નક્કી કરી દીધું છે અને પોલીસની મદદથી ક્યાંક કોરોનાનું સંક્રમણ ઘટે તે માટે તંત્ર સાથે ખડેપગે રહેવા માટેનું આયોજન કરી દીધું છે.

પોલીસે લોકડાઉનમાં કોરોના ન વકરે તે માટે ભરબપોરે ખડેપગે રહી ગયા વર્ષે કામગીરી કરી હતી
પોલીસે લોકડાઉનમાં કોરોના ન વકરે તે માટે ભરબપોરે ખડેપગે રહી ગયા વર્ષે કામગીરી કરી હતી

રાત્રિ કર્ફ્યૂનો કડક અમલ
સેક્ટર 1 જેસીપી આર.વી અસારીએ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જે પણ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. તેનું સંપૂર્ણપણે પાલન કરાવવા માટે તમામને સૂચના આપી છે. નવી જે ગાઈડલાઈન આવે તેનું પણ પાલન કરાવવા માટે જાણ કરી છે. રાત્રિ કર્ફ્યૂનો પણ કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે. માસ્ક ન પહેરનાર અને કોરોનાની ગાઈડલાઈનનું કડક પાલન કરાવવામાં આવશે.

માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં પોલીસ બંદોબસ્ત
માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અંગે તેઓએ જણાવ્યું હતું કે, મોટા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં પોલીસ બંદોબસ્ત રાખવામા આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે રીતે પોલીસ બંદોબસ્ત જો કન્ટેનમેન્ટ ઝોન માટે માગવામાં આવશે તો આપવામાં આવશે.

ગયા વર્ષે વાહનોની અવરજવર પર નજર રાખી હતી (સુભાષબ્રીજ સર્કલનું સીસીટીવી ફૂટેજ)
ગયા વર્ષે વાહનોની અવરજવર પર નજર રાખી હતી (સુભાષબ્રીજ સર્કલનું સીસીટીવી ફૂટેજ)

લોકોને કોરોનાથી બચાવવા પોલીસ લોકડાઉનમાં ખડેપગે રહી
રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. સરકારે કોરોનાને કાબુમાં લેવા હવે એક્શન શરૂ કરી દીધી છે. કોર્પોરેશન દ્વારા તમામ બગીચા, રિવરફ્રન્ટ, AMTS અને BRTS બંધ કરી દીધા છે ત્યારે હવે પોલીસ પણ કોરોનાને કાબુમાં લેવા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળી કામગીરી શરૂ કરી છે. લોકડાઉન સમયે જે રીતે પોલીસે સતત લોકોને કોરોનાથી બચાવવા કામગીરી કરી હતી તેમ હવે ફરી એક્શન મોડમાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here