અમદાવાદ: સાબરમતી જેલમાં આજીવન કેદની સજા ભોગવતા આરોપી પાસેથી એન્ડ્રોઈડ મોબાઈલ ફોન મળી આવ્યો છે. જેટ એરવેઝની ફ્લાઇટમાં બૉમ્બ હોવાની અફવા ફેલાવવાના કેસમાં આજીવન કેદની સજા ભોગવતા કેદી બિરજુ સલ્લા પાસેથી ફોન મળી આવતા રાણીપ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
રાણીપ પોલીસે ગુનો નોંધ્યો
સાબરમતી જેલના જેલર ગ્રુપ 2 દ્વારા જેલમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેલ સ્ટાફ દ્વારા જૂની જેલમાં દસ ખોલી યાર્ડમાં 1 નંબરની ખોલીમાં પાકા કામના કેદી બિરજુ સલ્લાના સામાનની તપાસ કરતા તેની પથારીમાંથી એક એન્ડ્રોઈડ ફોન મળી આવ્યો હતો. જો કે ફોનમાં સીમકાર્ડ મળી આવ્યો ન હતો. રાણીપ પોલીસે બિરજુ સલ્લા સામે ગુનો નોંધી ફોનને એફ.એસ.એલમાં મોકલી આપ્યો છે.
Array
અમદાવાદ : સાબરમતી જેલમાં આજીવન કેદની સજા ભોગવતા બિરજુ સલ્લા પાસેથી એન્ડ્રોઈડ ફોન મળ્યો
- Advertisement -
- Advertisment -