Wednesday, September 29, 2021
Homeઅમદાવાદઅમદાવાદ : LD કોલેજ : BAના પરિણામમાં છબરડાં થતાં પ્રિન્સિપાલની ઓફિસે ABVPએ...

અમદાવાદ : LD કોલેજ : BAના પરિણામમાં છબરડાં થતાં પ્રિન્સિપાલની ઓફિસે ABVPએ તાળાબંધી કરી

અમદાવાદમાં LD આર્ટસ કોલેજમાં પરિણામને લઈને છબરડા થઈ રહ્યા છે. અગાઉ BA સેમેસ્ટર-4 અને MA સેમેસ્ટર-1ના પરિણામમાં કોલેજ દ્વારા ગફલત કરવામાં આવી હતી. જેના કારણે કેટલાક વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા ત્યારે હવે ફરીથી BA સેમેસ્ટર-2ના પરિણામમાં વિદ્યાર્થીઓના પરિણામમાં Z 00 લખીને આવે છે જેથી વિદ્યાર્થીઓને નાપાસ બતાવવામાં આવે છે. જેને લઇને ABVPએ કોલેજમાં જઈને વિરોધ કર્યો છે.

ABVPના કાર્યકરો કોલેજ પહોંચીને વિરોધ કર્યો

LD આર્ટસ કોલેજ ખાતે ફરીથી પરિણામમાં ગફલત થતાં ABVPના કાર્યકરો કોલેજ પહોંચીને વિરોધ કર્યો હતો. ABVPના કાર્યકરોએ સૌ પ્રથમ કોલેજ કેમ્પસમાં બેસીને રામ ધૂન બોલાવી હતી. જે બાદ કાર્યકરોએ પ્રિન્સિપાલની ઓફિસે તાળાબંધી પણ કરી હતી. જોકે બાદમાં કોલેજના પ્રિન્સિપાલ આવતા તેમને ઉગ્ર રજૂઆત કરી હતી અને વારંવાર આ પ્રકારે થઈ રહેલી ભૂલોના કારણે વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે જેથી વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટેની રજૂઆત કરી હતી.

ABVPના કાર્યકરોએ પ્રિન્સિપાલની ઓફિસને તાળાબંધી કરી
ABVPના કાર્યકરોએ પ્રિન્સિપાલની ઓફિસને તાળાબંધી કરી

પ્રિન્સિપાલ ઓફિસને તાળુ મારીને રામ ધૂન બોલાવી
આ અંગે ABVPના ઉમંગ મોજિદ્રાએ જણાવ્યું હતું કે એલડી કોલેજ દ્વારા પરિણામમાં અગાઉ પણ ગફલત થઈ હતી. જે આજે ફરીથી થઈ છે જેથી વિદ્યાર્થીઓ માટે અમે એલડી કોલેજ કેમ્પસમાં આવીને વિરોધ કર્યો હતો. પ્રિન્સિપાલ ઓફિસને તાળુ મારીને રામ ધૂન બોલાવી હતી અને આગામી સમયમાં આ પ્રકારની ભૂલ ના થાય તે માટે ઉગ્ર રજૂઆત કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments