અમદાવાદ : સંચાલકોએ કોર્પોરેશન કચેરી ખાતે “અમારી ભૂલ કમળનું ફુલ”ના નારા લગાવી વિરોધ કર્યો

0
5

અમદાવાદમાં શુક્રવારે જીમ સંચાલકોએ પોલીસ કમિશનરના જાહેરનામા અને કેન્દ્રની ગાઈડલાઈન મુજબ જિમ ખોલ્યાં હતાં. મ્યુનિસિપલ કમિશનરના 17 માર્ચના પરિપત્ર મુજબ જિમ, ગાર્ડન વગેરે આગામી નિર્ણય ન લેવાય ત્યાં સુધી બંધ જ રહેશે તેમ જણાવ્યું છે. જેથી આજે 50 જેટલા જિમ સંચાલકોએ દાણાપીઠ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખાતે બેનરો સાથે વિરોધ કરી અને કોરોનાની ગાઈડલાઈન સાથે જિમ શરૂ કરવા રજુઆત કરી હતી. કોર્પોરેશન ઓફિસના પ્રાંગણમાં જિમ સંચાલકોએ “અમારી ભૂલ કમળનું ફુલ”ના નારા લગાવ્યા હતા. બેનરો પર અમે બેરોજગાર છીએ અને રોડ પર છીએ, અમે દારૂ કે ડ્રગ્સ નથી વેચતાં અમે સમાજમાં ઇમ્યુનીટી વધારીએ છીએ.. આવી રીતે તેઓએ બેનરો સાથે રજૂઆત કરી હતી.

શુક્રવારે જિમ ખોલવા બાબતે અસમંજસ ઉભી થઈ હતી
પોલીસ કમિશનરના જાહેરનામા અને મ્યુનિસિપલ કમિશનરના પરિપત્રને લઈ જિમ ખોલવા બાબતે શુક્રવારે અસમંજસ ઉભી થઇ હતી. છેવટે સાંજે મ્યુનિસિપલ કમિશનરના પરિપત્ર મુજબ જિમ બંધ જ રાખવાનો આદેશ માન્ય રહેશે જ જિમ ખુલશે તો તેમની સામે એપેડેમીક એકટ અને જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવામાં આવશે. તેમ જણાવ્યું હતું. જિમ સંચાલક જિગર શાહે વાતચીતમાં જણાવ્યું હતું કે પોલીસ કમિશનરનું જાહેરનામું અને સેન્ટ્રલની ગાઈડલાઈન મુજબ SOP પાલન સાથે જિમ ખુલ્યા છે. રાજયમાં ચૂંટણી અને અન્ય જગ્યાઓ જેવી કે રેસ્ટોરન્ટ વગેરેમાં લોકો ગાઈડલાઈનના પાલન સાથે જતાં હોય તો જિમ પણ SOP સાથે ચાલુ કરી શકાય જેથી જિમ શરૂ થયા છે. મુકેશકુમારના પરિપત્ર મુજબ જિમ બંધ રાખવાના જ અપાયા છે.

સંચાલકો કહે છે કે જાહેર જગ્યાઓથી વધુ પ્રિકોશન જીમમાં હોય છે( પ્રતિકાત્મક તસવીર)

પોલીસ કમિશનરના આદેશને આધાર બનાવી જિમ ખોલ્યા
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે 17મી માર્ચના રોજ અમદાવાદ શહેરના ક્લબ અને તમામ જીમ, સ્વીમીંગ પુલ, થિયેટર, ગેમ ઝોન બંધ કરવાનો આદેશ કર્યો હતો. જે બાદ નવો ઓર્ડર ન થાય ત્યાં સુધી જીમ બંધ રાખવા હુકમ કર્યો હતો. બીજી તરફ કેન્દ્ર સરકારની ગાઈડલાઇન આવતા તમામ જીમ ફરી ખુલી ગયા છે. બે દિવસથી અમદાવાદમાં જીમ ખોલવા મામલે ભારે અસમંજસ જોવા મળી હતી. પોલીસ કમિશનરને આદેશને આધાર બનાવી સંચાલકોએ જીમ ખોલ્યા છે. મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર દ્વારા આ મામલે પરિપત્ર પણ બહાર પાડી આ તમામ સુવિધાઓ બંધ રાખવા કહ્યું હતું અને આ સૂચનાનું પાલન ન કરનાર સામે ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ અને એપેડેમીક એકટ મુજબ ફરિયાદ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

જાહેર જગ્યાઓથી વધુ પ્રિકોશન જીમમાં હોય છે
જીમ લોન્જ પ્રિમિયમ ચાંદખેડાના મૌલિક ભટ્ટે કહ્યું હતું કે,જાહેર જગ્યાઓથી વધુ પ્રિકોશન જીમમાં હોય છે જેમ બીજી બધી જાહેર જગ્યાએ કોરોનાનાં પ્રિકોશન્સ લેવામાં આવે છે તેનાંથી વધારે પ્રિકોશન્સ જીમમાં લેવાય છે. જીમમાં દરેક પ્રકારનાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાય છે. વર્કઆઉટ બાદ વ્યક્તિનાં હાથ અને ઈક્વિપમેન્ટ સેનિટાઇઝ થાય છે. કોઈને પણ 30થી 35 મિનિટથી વધારે વર્કઆઉટ કરવા દેતા નથી. દરેકને સેશન પ્રમાણેનાં સ્લોટ આપ્યા છે. જીમમાં બાથ અને સ્ટીમની સુવિધા બંધ છે.

જિમમાં વેક્સિન અંગે જાગૃતિ ફેલાવાઇ રહી છે
જોધપુર ખાતેના વાલાસ જીમના રઘુવીરસિંહએ લોકડાઉન બાદ જીમ ખોલવા માટે તંત્ર દ્વારા જે નિયમો પાળવાનું કહેવામાં આવ્યું હતું તે નિયમોનું પાલન અમે કરી રહ્યાં હતા. છતાં તંત્ર દ્વારા સૌથી પહેલા જીમ બંધ કરાવવાનો નિર્ણય કેમ લેવામાં આવે છે તે નથી સમજાતું. અમે અમારા જિમમાં પોસ્ટર્સ દ્વારા લોકોને વેક્સિનેશન માટેનાં મેસેજ પણ આપીએ છીએ અને જાગૃતિ ફેલાવઇએ છીએ. ઉપરાંત દરેક પ્રકારનાં નિયમોનું પાલન પણ કરીએ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here