અમદાવાદ : MBBS ડોક્ટરને મુંબઈમાં ઉચ્ચ અભ્યાસના એડમિશનની લાલચ આપી ઠગે રૂ.31 લાખ લૂંટ્યા

0
6

દરેક પરિવારને પોતાના દીકરા દીકરીને ઉચ્ચ અભ્યાસ કરાવવાની ઈચ્છા હોય છે. ક્યારેક અભ્યાસ કરતા લોકોને લેભાગુ લોકોનો પનારો પડે છે અને પછી તેઓ લાખોની છેતરપિંડીનો ભોગ બને છે. સોલા વિસ્તારમાં MBBS ડોક્ટરને MS સર્જન માટે એડમિશન લેવું હતું. મુંબઈના કેટલાક ઠગ ટોળકીના ચક્કરમાં આવી જતાં તેણે રૂ. 31 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. આ અંગે હાલ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

ડોક્ટર વડનગરની કોલેજમાં નોકરી કરે છે

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, વડનગરની કોલેજમાં નોકરી કરતા ડો. હિતેન્દ્ર દેસાઈ MBBS તરીકેનો અભ્યાસ કર્યો હતો. તેમને વધુ અભ્યાસ માટે NEETની પરીક્ષા આપી હતી. પરંતુ તેમને ગુજરાતમાં એડમિશન મળ્યું નહીં. એક દિવસ તેમના મોબાઈલ પર જય ગોવાણી નામના વ્યક્તિનો ફોન આવ્યો કે, તમારે એમ એસ સર્જનમાં એડમિશન જોઈએ છે. તો હું મુંબઈમાં કરાવી આપીશ. એટલે ડો. હિતેન્દ્ર દેસાઈએ આ અંગે તેના પિતાને વાત કરી અને બન્ને મુંબઈની સાયન વિસ્તારમાં આવેલી મેડિકલ કોલેજમાં ગયા હતા.

સોલા પાસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
સોલા પાસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને લાખો રૂપિયા પડાવ્યા
પિતા સાથે ગયેલા ડો. દેસાઈની જય ગોવાણીએ કોલેજના ડેપ્યુટી ડિનની સાથે મુલાકાત કરવી અને એડમિશન થઈ જશે તેમ જણાવ્યું હતું. આ માટે રૂપિયાની વાત કરી હતી. ત્યાર બાદ જય ગોવાણીએ એમની પાસે રૂપિયા મંગાવી અને ધીમે ધીમે કરીને ડોક્ટરના ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને રૂ. 31 લાખ 50 હજાર રૂપિયા પડાવી લીધા હતા. પણ એડમિશન ન થતાં હિતેન્દ્ર દેસાઈએ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે તમામ આરોપીઓની સામે કાર્યવાહી કરવા પ્રયાસ હાથ ધર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here