Friday, September 17, 2021
Homeઅમદાવાદ : રેલ્વેની ૬૩૭ મિલ્કતોનો ૨૦ કરોડથી વધુનો પ્રોપર્ટી ટેક્ષ વસુલવાનો બાકી
Array

અમદાવાદ : રેલ્વેની ૬૩૭ મિલ્કતોનો ૨૦ કરોડથી વધુનો પ્રોપર્ટી ટેક્ષ વસુલવાનો બાકી

અમદાવાદ શહેરના સાત ઝોનમાં મિલ્કતવેરાની વસુલાત માટે દર વર્ષે મિલ્કતો સીલ કરવા સુધીની કાર્યવાહી કરતુ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર  રેલ્વેની શહેરના વિવિધ વિસ્તારોમાં  આવેલી ૬૩૭ જેટલી મિલ્કતો પેટે વસુલવા પાત્ર રૃપિયા ૨૦ કરોડથી પણ વધુનો મિલ્કતવેરો વસુલી શકતુ ન હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે.

આ અંગે મળતી માહીતી મુજબ,વર્ષ-૨૦૨૦ના માર્ચ મહિનાથી અમદાવાદ શહેરમાં કોરોના મહામારીના સમયની વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મિલ્કતવેરાની આવકમાં લક્ષ્યાંક મુજબની આવક થઈ રહી નથી. મ્યુનિ.તંત્રની આવકના મુખ્ય સ્તોત્ર એવા મિલ્કતવેરાની આવક વધે એ માટે ગત વર્ષે રાજય સરકારની આત્મનિર્ભર યોજના અને મ્યુનિ.ની ખાસ વળતર યોજના હેઠળ ખાસ રીબેટ આપવામાં આવ્યું હતું. આ વર્ષે ખાસ વળતર યોજના અમલમાં છે જે ૩૧ જુલાઈ સુધી અમલમાં રહેશે.

સામાન્ય કરદાતાઓનો મિલ્કતવેરો વસુલવા મ્યુનિ.તંત્ર દર વર્ષે મિલ્કતો સીલ કરવા સુધીની કાર્યવાહી કરતુ હોય છે. બીજી તરફ રેલ્વે વિભાગની અમદાવાદ મ્યુનિસિપલ હદ વિસ્તારમાં આવેલી ૬૩૭ મિલ્કતોનો રૃપિયા ૨૦ કરોડથી પણ વધુની રકમનો મિલ્કતવેરો વસુલવામાં તંત્ર નિષ્ફળ પુરવાર થયું છે.

ઝોન            રેલ્વેની મિલ્કતો         બાકી વેરાની રકમ

મધ્ય           ૧૯             ૧૩૫૪૪૬૨૮૪

ઉત્તર           ૫૮             ૨૧૨૮૦૦૭૭૦

દક્ષિણ          ૨૧૧           ૨૬૭૨૪૫૪૬

પૂર્વ            ૨૧             ૪૩૨૨૨૨

પશ્ચિમ          ૩૦૪           ૧૮૮૦૮૩૩૧

ઉ.પશ્ચિમ        ૨૦             ૫૧૪૨૧૦૧

દ.પશ્ચિમ        ૦૪             ૧૦૦૧૦૫૬

કુલ             ૬૩૭           ૨૦૮૮૩૫૩૧૦

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments