Friday, September 17, 2021
Homeઅમદાવાદ : મહાનગરપાલિકાની ચૂંટણી લંબાઈ
Array

અમદાવાદ : મહાનગરપાલિકાની ચૂંટણી લંબાઈ

 કોરોનાને લીધે ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી સૃથગિત રાખવામાં આવી હતી. ફરી એકવાર રાજ્ય ચૂંટણી આયોગે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજવા સ્પષ્ટ નન્નો ભણ્યો છે. હજુ પરિસિૃથતી સામાન્ય બની ન  હોવાથી રાજ્ય ચૂંટણી આયોગે ચૂંટણી મોકુફ રાખવા નિર્ણય કર્યો છે.

ગાંધીનગર મહાનગર પાલિકા ઉપરાંત ઓખા,થરા સહિતની અન્ય નગરપાલિકા સહિત અન્ય જિલ્લા-તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠકોની ચૂંટણી હવે ચોમાસા બાદ યોજવામાં નક્કી કરાયુ છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓ છેક યોજવાની તૈયારીઓ હતી ત્યો કોરોનાના કેસો વધ્યા હતાં જેના કારણે ચૂંટણીઓ મુલતવી રાખવામાં આવી હતી.

રાજ્ય ચૂંટણી આયોગે સત્તાવાર રીતે જણાવ્યુ છેકે, ચોમાસાને કારણે મેલેરિયા સહિતના ઋતુજન્ય રોગચાળાની ભીતિ છે જેના કારણે મતદારો જ નહીં, ચૂંટણી કર્મચારીઓ ઉપરાંત પોલીસના આરોગ્ય સાથે જોખમ ખેડી શકાય નહીં. આ ઉપરાંત ચોમાસામાં ભારે વરસાદની પણ શક્યતા છે જેના કારણે પુરથી સિૃથતી સર્જાય તો મહેસૂલ વિભાગના કર્મચારીઓને કામે લાગવુ પડે .

આ સિૃથતીમાં કર્મચારીઓને ચૂંટણીના કામે લઇ શકય નહી. સાથે સાથે કોરોના સામે ઝીંક ઝિલવા રાજ્ય સરકાર પૂરજોશમાં રસીકરણ અભિયાન ચલાવી રહી છે જેના કારણે આરોગ્ય કર્મચારીઓ પણ લક્ષ્યાંક સાથે કામગીરી બજાવી રહ્યા છે. આ તમામ પરિસિૃથતીને જોતાં હાલ ચૂંટણીઓ યોજી શકાય તેવી સિૃથતી નથી.

ગાંધીનગર મહાનગરપાલિકા ઉપરાંત ઓખા, ભાણવડ અને થરા નગરપાલિકાની પણ મુદત પૂર્ણ થઇ છે. ઓખા નગરપાલિકામાં 9 વોર્ડની 36 બેઠક,થરા નગરપાલિકામાં 6 વોર્ડની 24 બેઠકો પર ચૂંટણી યોજાવવાની છે.

આ ચૂંટણીઓની સાથે જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ખાલી પડેલી બેઠકો માટે પણ પેટાચૂંટણી યોજવા ચૂંટણી આયોગે નક્કી કર્યુ હતું પણ હાલ પરિસિૃથતી સામાન્ય ન હોવાને કારણે ચૂંટણીઓ મુલતવી રાખવા નિર્ણય લેવાયો છે. સિૃથતી સામાન્ય થતા રાજ્ય ચૂંટણી પંચ ચૂંટણીના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments