અમદાવાદ : હત્યાની ઘટનાને અંજામ આપે તે પહેલા ATSએ હથિયારો સાથે બે આરોપીઓને દબોચ્યા

0
18

સરદારનગરમાં રહેતા રાજુ ગેંડીએ બૂટલેગર કમલ નંદવાણીની હત્યા માટે આપી સોપારી

બુટલેગર રાજુ ગેંડી સહિત અન્ય બે આરોપી ફરાર..

અમદાવાદ શહેરમાં હત્યાની ઘટનાને અંજામ આપે તે પહેલા ATSએ આરોપીઓની હથિયાર સાથે ધરપકડ કરી લીધી છે. મળતી વિગત મુજબ, સરદારનગરના બુટલેગર રાજુ ગેંડીએ કમલ નંદવાણી નામના વ્યક્તિની હત્યાની સોપારી આપી હોવાની ATSને બાતમી મળી હતી. જેથી ATS અને ક્રાઈમ બ્રાન્ચે સાથે દરોડા પાડી આરોપી સુધી પહોંચી ગયા અને તેમને ઝડપી પાડ્યા. સાથે જ પોલીસે 1 પિસ્તોલ અને છરો પણ જપ્ત કર્યો છે.

પોલીસેનું કેહવું છે કે હાલ 2 આરોપીઓની ધરપકડ કરી છે અને જેમાં સિકંદર મીર અને ભાઈલાલ આ 2 આરોપીઓ પકડાઈ ગયા જ્યારે 3 આરોપીઓ ફરાર છે. જેમાં રાજુ ઉર્ફે રાજુ ગેંડી, પ્રકાશ અને અલી આમ સમાવેશ થાય છે.

સરદારનગરના બુટલેગર રાજુ ઉર્ફે રાજુ ગેંડીને સરદારનગરમાં રહેતા કમલ નંદવાણી સાથે અવારનવાર ઝઘડા ચાલતા હતા. જેની અદાવતને લઈ રાજુ ગેંડીએ બે લોકોને હત્યાની સોપારી આપી હતી અને બંને સરદારનગરમાં સિંધી કોલોનીમાં રાજુ ગેંડીના ઘરે હોવાની બાતમી ગુજરાત ATSના પીઆઇ સી આર જાદવને મળતાં ટીમે રાજુ ગેંડીના ઘરે રેડ કરી હતી. રાજુ ગેંડીએ કમલ સાથે અદાવત હોવાથી ફાયરિગ કરવા કહ્યું હતું. પ્રકાશ ઉર્ફે પકીયો તેમજ અલી નામના વ્યક્તિ સાથે મળી આખું કાવતરું ઘડ્યું હતું. ATSએ બંને સોપારી કિલરની ધરપકડ કરી છે.

ATSના પીઆઈ જાદવનું કેહવું છે કે રાજુ ગેંડી અને કમલ નંદવાની વચ્ચે બબાલ ચાલી રહી હતી. જેને લઈ કમલની હત્યા માટે પ્લાનિંગ કરવામાં આવી રહ્યું હતું. પરંતુ આ લોકો હત્યાના આ પ્લાનમાં સફળ થાય તે પહેલાં ઝડપાઈ ગયા છે. આરોપીની પાસેથી 2 સ્વીફ્ટ ગાડી પણ મળી આવી છે. અને જેમાં દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here