અમદાવાદ: શનિવારે મોડી રાતે શહેરના મીઠાખળી વિસ્તારમાં આવેલી સોસાયટીમાં દારૂનો જથ્થો હોવાની બાતમી નવરંગપુરા પોલીસને મળી હતી. પોલીસે મકાનમાં જઈને દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે પટેલ પિતા-પુત્ર સામે 1 દારૂની બોટલ રાખવાનો કેસ કર્યો છે. પોલીસને ઘરમાંથી પોકર રમવાના સાધન અને પત્તાની કેટ પણ મળી આવી હતી. પોલીસને તેમના અંગત બાતમીદારો દારૂ અને જુગારની સચોટ બાતમી આપતા હોય છે અને તેના આધારે પોલીસ દરોડો પાડી કેસ કરતી હોય છે. મોટાભાગે બાતમીદારોની બાતમી સાચી હોય છે. જો કે, ક્યારેક પોલીસ બાતમી હોય તેના કરતાં અલગ જ કેસ કરતી હોય છે.
પોલીસનો બાતમીને આધારે દરોડો
મોડી રાતે 12 વાગે નવરંગપુરા પોલીસને બાતમી મળી હતી કે મીઠાખળી પાસે આવેલી રશ્મિ સોસાયટીમાં ઉપરના માળે દારૂનો જથ્થો મુકેલો છે. જેના આધારે પોલીસે મકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસને દરોડા દરમિયાન માત્ર દારૂની એક બોટલ મળી હતી. અન્ય રૂમમાં તપાસ કરતા કોઈન પોકર રમવાનું ટેબલ, કોઈન, પત્તાની કેટ મળી આવી હતી. મકાનમાં હાજર બે શખ્સની પુછપરછ કરતા તેમના નામ પરમ દર્શનભાઈ પટેલ અને દર્શનભાઈ પટેલ હોવાનું જણાવ્યું હતું.
એક બોટલ કેમ તેનો પોલીસ પાસે જવાબ નહીં
ઘરમાંથી દારૂની બોટલ અને પોકર જુગાર રમવાના સાધનો મળી આવ્યા છે. પોલીસે પિતા-પુત્ર સામે એક દારૂની બોટલ રાખવા બદલનો કેસ કર્યો છે. જેના પર સવાલ ઉભા થઇ રહ્યા છે. પાકી બાતમી હોવા છતાં માત્ર એક જ દારૂની બોટલ અને જુગારના રમવાના સાધનો મળી આવ્યા અને પિતા પુત્ર શા માટે આ દારૂની બોટલ લાવ્યા હતા તે બાબતે પોલીસ પાસે જવાબ નથી.
Array
અમદાવાદ : નવરંગપુરા પોલીસને દારૂના જથ્થાની બાતમી પણ દરોડામાં ખાલી એક બોટલ અને જુગારના સાધન મળ્યા
- Advertisement -
- Advertisment -