Wednesday, April 17, 2024
Homeઅમદાવાદ : નવી 52 હોસ્પિટલને કોવિડ ડેઝિગ્નેટ જાહેર કરી
Array

અમદાવાદ : નવી 52 હોસ્પિટલને કોવિડ ડેઝિગ્નેટ જાહેર કરી

- Advertisement -

શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારા સાથે મ્યુનિ.એ પણ કોવિડની સારવાર માટે ડેઝિગ્નેટ કરાતી હોસ્પિટલોની સંખ્યા સતત ત્રીજા દિવસે વધારી છે. મ્યુનિ.એ વધુ 52 હોસ્પિટલને કોવિડ કેર હોસ્પિટલ તરીકે જાહેર કરી છે. આ હોસ્પિટલોમાં મળીને કુલ 783 બેડનો ઉમેરો થશે. જ્યારે 13 હોસ્પિટલમાં મળીને 316 બેડનો વધારો કરવામાં આવ્યો છે.

મ્યુનિ.એ સ્પષ્ટતા કરી છે કે, તેના ચોપડે નોંધાયેલા કોરોના પોઝિટિવ દર્દીને જ આ હોસ્પિટલોમાં દાખલ કરાશે. જો ખાનગી લેબમાં ટેસ્ટ કરાવ્યો હોય પણ મ્યુનિ. ચોપડે તેની નોંધ ન હોય તો હોસ્પિટલોમાં એડમિશન મળશે નહીં. મ્યુનિ.એ કોવિડકેર શરૂ કરવા ઈચ્છતી હોસ્પિટલોને અરજી કરવા પણ કહ્યું છે. કેટલાક માઇલ્ડ સિમ્પોટમેટિક દર્દીઓ આઇસોલશનમાં રહી શકે તે માટે મોનિટરિંગ અને મેડિકેશન ફેસિલિટી સાથેના કોવિડ કેર સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. આવા 5 કોવિડ કેર સેન્ટરોમાં 151 બેડની વ્યવસ્થા કરાઈ છે.

5 કોવિડ કેર સેન્ટરમાં 151 બેડ

52 નવી હોસ્પિટલ- નર્સિંગ હોમ 783
13 હોસ્પિટલમાં બેડ વધારા સાથે 316
5 કોવિડ કેર સેન્ટર ઉભા કરીને 151
કુલ 1250

​​​​​​​કોરોનાના દર્દી-સગાં વચ્ચે વીડિયો કોલ સેવા શરૂ
સિવિલ મેડિસિટી પાસે આવેલી મંજુશ્રી મિલ કમ્પાઉન્ડ સ્થિત કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં દર્દી પોતાના સ્વજનો સાથે વાત કરી શકે તે માટે વીડિયો કોલની સેવા શરૂ કરાઈ છે. દર્દીના સગાંએ ગરમીમાં શેકાવું ન પડે તે માટે હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કુલર, પંખા, પાણી સાથેનો ખાસ ડોમ બનાવાયો છે.

સોલા સિવિલમાં વેન્ટિલેટર સાથેના તમામ 50 બેડ ફૂલ, સિવિલ કેમ્પસમાં 1856 દર્દી
છેલ્લા કેટલાક દિવસથી ઓક્સિજન અને વેન્ટિલેટરની જરૂર હોય તેવા દર્દીની સંખ્યા વધી રહી છે. સોલા સિવિલમાં વેન્ટિલેટર સાથેના તમામ 50 બેડ ભરાઈ ગયા છે. હાલ અહીં 291 સારવાર હેઠળ છે. હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ પીનાબેન સોનાની જણાવ્યા અનુસાર, અહીં 400 આઈસોલેશન અને 50 વેન્ટિલેટર સાથેના આઈસીયુ છે. દરમિયાન સિવિલ કેમ્પસની વિવિધ હોસ્પિટલમાં 1856 દર્દી દાખલ છે. 1200 બેડ સિવિલ હોસ્પિટલ 1177 દર્દી સાથે લગભગ ફુલ થઈ ગઈ છે. ખાનગી હોસ્પિટલોમાં પણ 5048માંથી 4307 એટલે કે લગભગ 85 ટકા બેડ ભરાઈ ગયા છે. સિવિલની 1200 બેડમાં 313 દર્દી વેન્ટિલેટર અને બાયપેપ પર જ્યારે 520 દર્દી ઓક્સિજન પર રખાયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular