અમદાવાદઃ પીરાણાના કચરાનો ડુંગર હટાવતા પહેલા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે રાજ્ય સરકારને રૂ. 75 કરોડ જમા કરાવવાનો આદેશ કર્યો છે. એનજીટી અધ્યક્ષ જસ્ટિસ આદર્શ કુમાર ગોયલે કહ્યું કે, અહેવાલોમાં જણાવાયું છે તેનાથી સ્થિતિ બિલકુલ અસંતોષજનક છે અને આ દિશામાં ઝડપથી ગંભીર પગલાં લેવા જરૂરી છે. પીરાણાનો કચરો સાફ કરવા બે જ અઠવાડિયામાં નક્કર યોજના શરૂ કરે અને એક માસમાં કામ શરૂ કરે.
એનજીટીએમાં જમા કરાવવાનું કહ્યું છે. આ દરમિયાન એનજીટીએ આ મુશ્કેલીનો એક્શન પ્લાન તૈયાર કરવા એક સમિતિની રચના કરી હતી, જેમાં મુખ્ય સચિવનો પણ સમાવેશ કર્યો હતો. ટ્રિબ્યુનલે રચેલી સમિતિમાં નાણા અને શહેર વિકાસ સચિવ, મ્યુનિ. કમિશનર, અમદાવાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના સીઈઓ, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિજનલ ડિરેક્ટર અને સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના મેમ્બર સેક્રેટરીનો સમાવેશ થાય છે.