Friday, April 26, 2024
Homeઅમદાવાદઅમદાવાદ : NSUIએ બેનર સાથે રસ્તા પર બેસીને મોંઘવારીનું બેસણું યોજ્યું

અમદાવાદ : NSUIએ બેનર સાથે રસ્તા પર બેસીને મોંઘવારીનું બેસણું યોજ્યું

- Advertisement -

મોંઘવારીમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે NSUI દ્વારા વધતી જતી મોંઘવારીનું બેસણું યોજવામાં આવ્યું હતું. NSUIના કાર્યકરો મોંઘવારીનું બેનર બનાવીને રસ્તા પર બેઠા હતા અને મોંઘવારીના વિરોધમાં નારા લગાવીને મોંઘવારીનો વિરોધ કરી રહ્યા હતા, ત્યારે પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી હતી.

પરવાનગી વગર કાર્યક્રમ યોજતા અટકાયત

ખોખરા સર્કલ પાસે NSUI દ્વારા આજે મોંઘવારીના બેસણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. NSUIના આગેવાનો અને કાર્યકરોએ રોડ પર બેસીને પેટ્રોલ,ડીઝલ,ગેસ અને તેલના ભાવમાં થઇ રહેલ વધારાનો વિરોધ કર્યો હતો. રસ્તા પર પાથરણા પાથરીને કાર્યકરોએ નારા પણ લગાવ્યા હતા.જાહેર રોડ પર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પરંતુ પરવાનગી ના હોવાને કારણે પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી હતી.

પેટ્રોલ, ડીઝલ, ગેસ સહિતના ભાવવધારાનો NSUI દ્વારા વિરોધ પ્રદર્શન
પેટ્રોલ, ડીઝલ, ગેસ સહિતના ભાવવધારાનો NSUI દ્વારા વિરોધ પ્રદર્શન

જીવન જરૂરી ચીજવસ્તુઓ મોંઘી થઈ

આ અંગે NSUIના ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે, છેલ્લા 6 વર્ષમાં મોંઘવારી આસમાને પહોચી છે. પેટ્રોલના ભાવ 10 મહિનામાં જ 25 રૂપિયા વધ્યા છે, ડીઝલના ભાવમાં પણ 25 રૂપિયા વધ્યા છે, ગેસ સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયા વધ્યા અને CNGમાં પણ 10 રૂપિયા વધ્યા છે. આમ જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓના ભાવમાં ધરખમ વધારો થયો છે, જેથી અમે આજે રોડ પર મોંઘવારીનું બેસણું યોજીને વિરોધ કરી રહ્યા છે.

પોલીસે પરવાનગી વગર વિરોધ પ્રદર્શન કરતા NSUI કાર્યકરો-નેતાઓની અટકાયત કરી
પોલીસે પરવાનગી વગર વિરોધ પ્રદર્શન કરતા NSUI કાર્યકરો-નેતાઓની અટકાયત કરી
NSUI દ્વારા પેટ્રોલ, ડીઝલ, ગેસ સહિતના ભાવવધારાને પગલે મોઁઘવારીનું બેસણું યોજ્યું
NSUI દ્વારા પેટ્રોલ, ડીઝલ, ગેસ સહિતના ભાવવધારાને પગલે મોઁઘવારીનું બેસણું યોજ્યું
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular