અમદાવાદ : BRTS રૂટ પર લાગ્યા હવે આવા દરવાજા, બીજા વાહનો હવે નહીં જઈ શકે

0
28

BRTS કોરિડોરમાં બીજા વાહનો ઘુસી આવવાને કારણે અકસ્માત થતા હોવાનું વારંવાર સામે આવે છે. ત્યારે ખરેખર આ વાહનોને રોકવા શું કરવું તે તંત્ર માટે ખુબ મોટો પ્રશ્ન હતો જેનો ઉકેલ RFID ગેટ લગાવીને મેળવવાની કોશિશ કરવામાં આવી છે. પરંતુ હવે આનો તોડ અમદાવાદીઓ શીધો લે તો નવાઈ નહીં.

  • BRTS કોરિડોરમા થતા અકસ્માતો ટાળવા કીમીયો
  • અકસ્માત ટાળવા કોર્પોરેશનનો નવો કીમિયો
  • BRTS ના કોરિડોરમાં RFID ગેટ લગાવાયા

AMC દ્વારા ધરાયો પ્રયોગ

BRTS કોરિડોરમાં થતા અકસ્માતોને ટાળવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નવો પ્રયોગ કર્યો છે. અકસ્માત ટાળવા માટે હવે BRTSના કોરિડોરમાં RIFD ( Radio-frequency identification ) ગેટ લગાવવામાં આવ્યા છે.

30 BRTS કોરિડોરમાં RIFD ગેટ લગાવાયા

BRTSના તમામ જંકશનના સ્ટેશનો પર RIFD ગેટ લગાવવામાં આવશે અને RIFD ટેગ લાગેલા હોય તેવા જ વાહનો કોરિડોરમાંથી પસાર થઇ શકશે. હાલ 30 કોરિડોરમાં ગેટ લગાવવામાં આવ્યા છે. સોમવારથી આ RIFD ગેટ કાર્યરત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here