Wednesday, September 22, 2021
Homeઅમદાવાદ : કોરોના સંક્રમણ વધવાથી તમામ આધારકાર્ડની કામગીરી કરતા સેન્ટરો બંધ કરવાનો...
Array

અમદાવાદ : કોરોના સંક્રમણ વધવાથી તમામ આધારકાર્ડની કામગીરી કરતા સેન્ટરો બંધ કરવાનો આદેશ

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધવાથી ભયનો માહોલ છે. સરકારી કચેરીઓ અને શાળા કોલેજો સહિત જિમ અને બાગ બગીચાઓ પણ બંધ કરી દેવામાં આવ્યાં છે. શહેરમાં કેસનો આંકડો હવે તેની તમામ હદ વટાવી ચુક્યો છે. જેમાં સરકારી અધિકારીઓ અને નેતાઓ પણ સંક્રમિત થયાં છે. ત્યારે શહેરમાં કોર્પોરેશન સંચાલિત તમામ આધારકાર્ડની કામગીરી કરતાં સેન્ટરો આવતી કાલથી અનિશ્ચિત મુદ્દત માટે બંધ કરી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે.

સુભાષબ્રિજ RTOમાં એક સાથે 30 કર્મચારી પોઝિટિવ
સુભાષબ્રિજ આરટીઓમાં ઇન્સ્પેક્ટર સહિત 30 કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થવાથી કર્મચારીઓમાં ભયનો માહોલ જોવા મળે છે. આરટીઓમાં રોજના એક હજારથી વધુ લોકો આવે છે, જેથી અરજદારો માટે એક સપ્તાહ પ્રવેશબંદી કરવા એસોસિએશને માગ કરી છે. આરટીઓમાં મોટાભાગની કામગીરી ઓનલાઇન હોવા છતાં અરજી અટવાઈ હોય,આરસી બુક, વાહન ફિટનેસ, વાહન ટ્રાન્સફર અને લાઇસન્સના કામ માટે અરજદારોને આરટીઓમાં રૂબરૂ જવું પડે છે. સુભાષબ્રિજ આરટીઓમાં કોરોનાની મહામારી વચ્ચે પણ રોજના 1 હજાર લોકો આવે છે. જેના લીધે કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

સચિવાલયમાં પણ કોરોનાનો પગપેસારો
રાજ્યમાં મંત્રીઓ તથા ધારાસભ્યો કોરોના સંક્રમિત આવી રહ્યા હતા. હવે મુખ્યમંત્રી કાર્યાલયમાં બેસતા નાયબ માહિતી નિયામક ઉદયભાઈ વૈષ્ણવ તથા મુખ્યમંત્રી સલામતીના ડીવાયએસપી અને ડ્રાઇવર કોરોના સંક્રમિત મળી આવ્યા છે. વીઆઈપીની સુરક્ષામાં તહેનાત 17 જવાનો પણ કોરોના સંક્રમિત આવ્યા છે. જ્યારે આરોગ્યમંત્રીના કાર્યાલયમાં પણ કોરોનાનો પગપેસારો થયો છે. જ્યાં ત્રણ લોકો સંક્રમિત થયાં છે.

SO, Dy.SO સ્તરના આ પાંચમા અધિકારીનુ અવસાન
ગુજરાતમાં કોરોનાના સંક્રમણથી સ્થિતિ અતિગંભીર બની છે. કોરોનાકાળમાં ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફ સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ તથા અન્ય સરકારી કર્મચારીઓ પણ કોરોના વોરિયર્સની ભૂમિકા ભજવી રહ્યાં છે. એવામાં સચિવાલય કેમ્પસમાં પણ અધિકારીઓ અને કર્મચારીઓ કોરોના સંક્રમિત આવી રહ્યા છે. ત્યારે ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટના સેક્શન ઓફિસર હિતેશ પંડ્યાનું કોરોનાને કારણે અવસાન થયું છે. સચિવાલય કેમ્પસમાં માત્ર ત્રણ જ સપ્તાહમાં SO, Dy.SO સ્તરના આ પાંચમા અધિકારીનુ અવસાન છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments