Tuesday, September 21, 2021
Homeઅમદાવાદ : GTU ખાતે ગુરૂપૂર્ણિમા પર્વ નિમિત્તે “ગુરૂ વંદના” કાર્યક્રમનું આયોજન
Array

અમદાવાદ : GTU ખાતે ગુરૂપૂર્ણિમા પર્વ નિમિત્તે “ગુરૂ વંદના” કાર્યક્રમનું આયોજન

વિદ્યાર્થીના જીવન ઘડતરમાં ગુરૂજનોનું યોગદાન સવિશેષ હોય છે. તેથી જ ભારતીય સંસ્કૃત્તિમાં ગુરૂને પરમબહ્મની ઉપાધી આપીને સન્માનવામાં આવ્યા છે. દર વર્ષે અષાઢ સુદ પૂનમના રોજ ગુરૂપૂર્ણિમાનું પર્વ સમગ્ર દેશમાં ભારે હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા અને ઈનિશ્યેટીવ ફોર મોરલ એન્ડ કલ્ચર ટ્રેનિંગ ફાઉન્ડેશન (IMCTF) પ્રેરીત તાજેતરમાં જીટીયુ ખાતે “ગુરૂ વંદના” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુરૂજનો પાસેથી મળેલા સંસ્કાર ના ભૂલવા જોઈએ

કાર્યક્રમના મુખ્ય અતિથિ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ગુરૂ શિષ્ય પરંપરા એ ભારતવર્ષની વિશેષતા છે. પ્રાચીન અને વર્તમાનકાળમાં પણ ભારતે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે. તેના પાયાના મૂળમાં ગુરૂ-શિષ્ય પરંપરા રહી છે. જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે સંબોધતાં જણાવ્યું હતું કે, દરેક વિદ્યાર્થીએ માતા-પિતા અને પોતાના ગુરૂજનો પાસેથી મળેલા સંસ્કાર ક્યારે પણ ભૂલવા ના જોઈએ. પોતાના વ્યવહારથી એ સંસ્કાર ઉજાગર કરવા જોઈએ. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર, IMCTFના રાષ્ટ્રીય કો-ઓર્ડિનેટર ગુણવંતસિહ કોઠારી, નિવૃત્ત આચાર્ય પી. પી. પરીખ સહિત કુલપતિના શાળાજીવન દરમિયાનના ગુરૂજનો ઉપસ્થિત રહ્યા હતાં.

કન્યા કેળવણી નીધિ માટે આગામી દિવસોમાં મુખ્યમંત્રીને સુપરત કરવામાં આવશે

કન્યા કેળવણી નીધિ માટે આગામી દિવસોમાં મુખ્યમંત્રીને સુપરત કરવામાં આવશે

અનોખી રીતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરી

આ પ્રસંગે કુલપતિએ અરવલ્લી જિલ્લાની સૌથી જૂની મોડાસા હાઈસ્કૂલના તેમના શાળાકીય વર્ષ 1965 થી 71 દરમિયાન તેમને ભણાવેલા ગુરૂજનોનું પૂજન અને સન્માન કરીને અનોખી રીતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરી હતી. વધુમાં જીટીયુ, કુલપતિપદને મળેલ ભેટ સોગાદોને વેચીને મેળવેલ ફંડનો ઉપયોગ કન્યા કેળવણી માટે કરવાનો નિર્ણય જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ દ્વારા કરવામાં આવ્યો હતો.

મૂર્તિઓને ઓનલાઈન વેચવામાં આવી હતી

વિવિધ જાહેર સમારંભમાં મળેલ 51 જેટલી ભેટ સોગાદોના અંદાજીત 52 હજાર 435 રૂપિયાનો ચેક મુખ્યમંત્રી કન્યા કેળવણી નીધિ માટે આગામી દિવસોમાં મુખ્યમંત્રીને સુપરત કરવામાં આવશે. આ ભેટ સોગાદોમાં સ્ટેચ્યુ ઑફ યુનિટી, અશોકસ્તંભ, ચરખો, સીદી સૈયદની ઝાળી જેવી વિવિધ પ્રતિકૃતીઓ, ચાંદી અને સોનાના ઢોળ ચઢાવેલ રાણીછાપ સિક્કા, વિવિધ ફોટોફ્રેમ અને મૂર્તિઓને ઓનલાઈન વેચવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments