Saturday, September 18, 2021
Homeઅમદાવાદ : પરિણીતાએ સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી
Array

અમદાવાદ : પરિણીતાએ સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી

7મા માળેથી ઝંપલાવીને એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીના ત્રાસથી પરિણીતાએ મોત વ્હાલું કર્યું - Divya Bhaskar

અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા ઔડાના મકાનમાં પરિણીતાએ સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ બનાવમાં પરિણીતાને ઘરમાં ઘૂસીને પ્રેમી લઈ જતો હતો. આ વાતની જાણ તેના પિતાને હતી પણ આબરૂ બચાવવા માટે તેણે ફરિયાદ ન કરી. આ સમગ્ર પ્રકરણમાં પરિણીતાના પિતાએ પરિણીતાની આત્મહત્યા બાદ પ્રેમીના કારણે તેની દીકરીએ આત્મહત્યા કરી હોવાની ફરિયાદ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોધાવી છે.

અમદાવાદની યુવતીના ભિલોડા લગ્ન થયા હતા

એલિસબ્રિજ પાસે ભુદરપુર ઔડાના મકાનમાં રહેતા મંગુભાઈ પરમાર (ઠાકોર)- (નામ બદલેલું છે)ની દીકરી ભારતી (ઉંવ 24)(નામ બદલેલું છે)ના લગ્ન અરવલ્લીના ભિલોડામાં રહેતા યુવક સાથે થયા હતા. ભારતીના લગ્નજીવનમાં 3 વર્ષનો એક દીકરો છે. લગ્ન બાદ ભારતી અને તેનો પરિવાર ભિલોડામાં રહેતો હતો. પણ લોકડાઉનના કારણે ભારતીના પતિને કોઇ નોકરી ન હતી. ભારતીના પતિ જ્યારે કોઈ કામથી ઘરેથી બહાર જાય ત્યારે પાડોશમાં રહેતો દિનેશ બારીયા નામનો શખસ ઘરમાં ઘૂસી જતો અને તેને અડપલાં કરતો હતો. આ વાત ભારતીએ તેના પતિ અને પિતાને પણ કરી હતી, પણ દિનેશના ત્રાસ વધતા ગયા જેથી ભારતી અને તેનો પરિવાર અમદાવાદ રહેવા આવી ગયા હતા.

લોકડાઉનના કારણે પતિ બેકાર થયો હતો એટલે અમદાવાદ આવી રીક્ષા ચલાવવા લાગ્યો
લોકડાઉનના કારણે પતિ બેકાર થયો હતો એટલે અમદાવાદ આવી રીક્ષા ચલાવવા લાગ્યો

 

ભિલોડાથી પાડોશી યુવક અમદાવાદ આવી હેરાન કરતો

અમદાવાદ રહેવા આવ્યા હોવાની જાણ દિનેશને થઈ હતી. જેથી દિનેશ પણ અમદાવાદ આવીને અન્ય વિસ્તારમાં રહેવા લાગ્યો હતો. ભારતીના પતિ રીક્ષા ચલાવવાની શરૂ કરી ત્યારે તે બહાર જાય ત્યારે દિનેશ ભારતીને ફોન કરીંને ઘરે આવતો અને પોતાની સાથે લઈ જવા માટે જીદ કરતો હતો. જો ભારતી ના પડે તો તેના ભાઈ અને પિતાની હત્યા કરવાની ધમકી આપતો હતો, જેથી ભારતી તેની સાથે જતી હતી.

સસરાએ જાણ કરતાં યુવકને પતિએ ફોન કરીને પોતાની પત્નીને ઘરે મૂકી જવા કહ્યું
સસરાએ જાણ કરતાં યુવકને પતિએ ફોન કરીને પોતાની પત્નીને ઘરે મૂકી જવા કહ્યું

 

સસરાએ જમાઈને ફોન કરી દીકરીને પાડોશી યુવક લઈ ગયાની જાણ કરી

આ દરમિયાન ભારતીના પિતાને જમાઈનો ફોન આવ્યો કે આજે ફરી ભારતી ફરી દિનેશ સાથે જતી રહી છે. ત્યાર બાદ ભારતીના પિતાએ દિનેશના મોબાઈલ પર ફોન કરતા એને ભારતીને મૂકી જવા માટે કીધું હતું. પણ તેનો મોટોભાઈ ભારતીને મૂકી ગયો હતો. આ બનાવ બાદ બીજા દિવસે સવારે ભારતીએ 7મા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. આ સમગ્ર ઘટના અંગે ભારતીના પિતાએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments