- Advertisement -
અમદાવાદઃ શહેરના ઘાટલોડિયામાં આવેલા કે.કે.નગર પાસે આવેલી ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાયનાન્સમાં ફાયરિંગ સાથે લૂંટના પ્રયાસ કરવામાં આવ્યો છે. એક શખ્સ હથિયાર લઈ અને ફાયનાન્સ કંપનીમાં ફાયરિંગ કરી લૂંટ કરવા ગયો હતો. જો કે લોકોએ હિંમત દાખવીને આરોપીને ઝડપી પાડ્યો છે. જેને પગલે ઘાટલોડિયા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાર બાદ પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરી હતી.