Friday, September 17, 2021
Homeઅમદાવાદ : સરકારી અનાજ લેવા માટે લોકોની લાઈનો
Array

અમદાવાદ : સરકારી અનાજ લેવા માટે લોકોની લાઈનો

રૂપાણી સરકારને 5 વર્ષ પૂર્ણ થવાના ભાગ રૂપે અલગ અલગ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે આજે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અમદાવાદમાં પણ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં અનેક લાભાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. પરંતુ સ્કૂલમાં જગ્યા ભરાઈ જવાના કારણે લાભાર્થીઓને બહાર કાઢીને સ્કૂલની બહાર 2 કલાકથી ઊભા રાખવામાં આવ્યા છે.

શાહીબાગની સ્કૂલમાં અન્ન વિતરણ કાર્યક્રમ

અમદાવાદમાં શાહીબાગમાં આવેલ પ્રતિમપુરા ગુજરાતી શાળા નંબર-3 ખાતે અન્ન વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુલી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં લાભાર્થીઓને પણ સવારે 10 વાગ્યાથી બોલાવવામાં હતા. અલગ અલગ વિસ્તારમાંથી લાભાર્થીઓ અનાજની કીટ લેવા પહોંચ્યા હતા. કાર્યક્રમ 11 વાગે શરૂ થયો હતો જેથી લાભાર્થીઓ વહેલા આવ્યા હતા. ત્યારે સ્કૂલમાં જગ્યા ભરાઈ જતા અનેક લાભાર્થીઓને પોલીસ અને બાઉન્સર દ્વારા સ્કૂલની બહાર જ ઉભા રાખી દેવામાં આવ્યા હતા. સવારે 10 વાગ્યાના આવેલ લાભાર્થીઓ 12:45 સુધી લાઈનમાં જ ઊભા હતા.

સ્કૂલમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ પહોંચ્યા
સ્કૂલમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ પહોંચ્યા

દુકાનદારે કહ્યું હતું ‘કાલે આવજો ગિફ્ટ મળશે’

આ અંગે લાઈનમાં ઉભેલા મહિલા લાભાર્થી મંજુલા બેન ઠાકોરે જણાવ્યું હતું કે, હું બાપુનગરથી આવું છું. મને મારા ત્યાંના રેસનિંગની દુકાન વાળા ભાઈએ કહ્યું હતું કે કાલે આવજો ગિફ્ટ મળશે એટલે હું આવી છું. કાલે સિક્કો મરાવવા આવી હતી અને આજે અનાજની કીટ લેવા આવી છું. મને 10થી 10:30 વાગ્યાની વચ્ચે આવી જવા કહ્યું હતું અને હવે 10:30 વાગે આવતા હવે મને અહીંયા કહેવામાં આવ્યું કે તમે મોડા આવ્યો છે જેથી બહાર ઊભા રહો.

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા

લાભાર્થીઓની સ્કૂલ બહાર લાઈનો લાગી

જ્યારે હંસાબેન નામના લાભાર્થીએ જણાવ્યું હતું કે, અમને અનાજ લેવા બોલાવ્યા એટલે આજે અનાજ લેવા આવ્યા છીએ. અમને કહ્યું છે કે લાઈનમાં ઊભા રહો. અમે સવારના 10:30 વાગ્યના આવ્યા છીએ અને અત્યારે ગેટ બંધ કરી દીધો છે અને અમને લાઈનમાં ઊભા રાખવામાં આવ્યા છે. અમને કહેવામાં આવ્યું છે કે લાઈનમાં ઊભા રહો તમને તમારો નંબર આવશે ત્યારે બોલાવીશું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments