અમદાવાદ : શહેરમાં લોકોને પોલીસ દ્વારા ફ્રી માસ્ક પણ વહેંચવામાં આવી રહ્યા

0
10

અમદાવાદ શહેરમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. દેશમાં જ્યારે કોરોનાની અસર શરૂ થઈ ત્યારે લોકોને મદદ માટે પોલીસ આગળ હતી. તેની સાથે સેવાભાવી સંસ્થા પણ લોકોને મદદ માટે ખડે પગે હતી. આ વખતે પણ રાજ્યના કોરોનાના કેસમાં અમદાવાદ આગળ વધી રહ્યું છે. ત્યારે પોલીસ દ્વારા લોકોને કોરોનાથી બચવા માટેની સમજ આપવામાં આવી રહી છે. તેની સાથે શહેરમાં લોકોને પોલીસ દ્વારા ફ્રી માસ્ક પણ વહેંચવામાં આવી રહ્યા છે.

કોરોનાથી બચવા જાગૃતિ
​​​​​​
​અમદાવાદના અનેક વિસ્તારોમાં પોલીસ દ્વારા લોકોને કોરોનાથી બચવા માટે અલગ રીતે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે માટે પોલીસ દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. અગાઉ પોલીસ અને પબ્લિક વચ્ચે માસ્ક મુદ્દે અવાર-નવાર ઝઘડો થતો હતો. પણ હવે પોલીસની આ પહેલ લોકોમાં જાગૃતિ લાવવા મદદ કરશે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ખાસ આ પ્રકારે ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં પોલીસે અનેક લોકોને માસ્ક આપ્યા હતા. જેના કારણે પબ્લિક અને પોલીસ વચ્ચે અંતર ઘટાડવા પ્રયાસ કરવામાં આવી રહયો છે.

નિરાશ્રીતોને માસ્ક આપી રહેલી પોલીસ
નિરાશ્રીતોને માસ્ક આપી રહેલી પોલીસ

પોલીસે દંડની જગ્યાએ માસ્ક આપ્યા
​​​​​​
​બુધવારે શહેરના પૂર્વ વિસ્તારમાં પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં જઈને માસ્ક વિના ફરતા લોકોને દંડ કરવાની જગ્યાએ માસ્ક આપીને જાગૃત કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે એક સમયે કોરોનાનું હોટસ્પોટ અને ડેથસ્પોટ રહેલા અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે ઉત્તરોત્તર કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. મંગળવારે 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 509 નવા કેસ અને 386 દર્દી સાજા થયા હતા. જ્યારે અમદાવાદ શહેરમાં 2 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 2,338 પર પહોંચ્યો હતો.

પોલીસે દંડની જગ્યાએ માસ્ક આપ્યા
પોલીસે દંડની જગ્યાએ માસ્ક આપ્યા

અમદાવાદમાં પોઝિટિવ કેસનો આંકડો 67,886 થયો
આ પહેલા સતત ત્રણ દિવસ શહેર અને જિલ્લામાં 400થી વધારે કેસ નોંધાયા હતા. અગાઉ 16 મેના રોજ અમદાવાદમાં હાઈએસ્ટ 973 કેસ નોંધાયા હતા. 23 નવેમ્બરે સેકન્ડ હાઈએસ્ટ 344 કેસ નોંધાયા હતા. 22 માર્ચની સાંજથી 23 માર્ચની સાંજ સુધીમાં શહેરમાં 502 અને જિલ્લામાં 7 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 383 અને જિલ્લામાં 3 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 67,886 થયો છે. જ્યારે 63,810 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પોલીસે ડ્રાઈવ યોજી
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પોલીસે ડ્રાઈવ યોજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here