અમદાવાદ: સરસપુર વિસ્તારમાં રહેતી 13 વર્ષની સગીરા સાથે પાડોશી યુવકે અડપલાં કર્યા હોવાનો બનાવ બન્યો છે. સગીરા ઘરમાં રસોઈ બનાવતી હતી ત્યારે અચાનક ઘરમાં ઘુસી યુવકે અડપલાં કર્યા હતા. શહેરકોટડા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપવા તજવીજ હાથ ધરી છે.
સગીરા રસોઈ બનાવતી હતી ત્યારે પાછળથી પકડી
સરસપુર વિસ્તારમાં સિટીગોલ્ડ સિનેમા નજીક 13 વર્ષની સગીરા તેના પરિવાર સાથે રહે છે. સગીરાના માતા-પિતા નોકરી કરે છે. ગઈકાલે સાંજે સગીરા ઘરમાં રસોઈ બનાવતી હતી ત્યારે પાડોશમાં રહેતા શખ્સનો પુત્ર ઘરમાં આવ્યો હતો. પાછળથી સગીરાને પકડી તેની સાથે અડપલાં કર્યા હતા. જેથી સગીરા બૂમાબૂમ કરી ઘરની બહાર નીકળી ગઈ હતી. આસપાસના લોકો ભેગા થઈ જતા યુવક ભાગી ગયો હતો. શહેરકોટડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે
Array
અમદાવાદ : ઘરમાં ઘૂસીને યુવકે સગીરાને અડપલાં કર્યા, પોલીસે આરોપી પકડવા શોધખોળ આદરી
- Advertisement -
- Advertisment -