ધરપકડ : પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે ઝડપાતા અમદાવાદ પોલીસે કરી આ કાર્યવાહી, તમે પણ ચેતી જજો!

0
33

ઉત્તરાયણના તહેવાર આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરી અને તુક્કલ ઉડાવવા પર પ્રતિબંધ મુકાયો છે, જે અંગે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. આમ છતાં પોલીસના જાહેરનામાની ઐસીતૈસી કરીને કેટલાક વેપારીઓ દ્વારા ખુલ્લેઆમ ચાઈનીઝ દોરીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

  • ચાઈનીઝ દોરી અને તુકકલોના વેચાણ પર પ્રતિબંધ
  • પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ
  • બોલેરો કાર સહિત કુલ 3.15 લાખનો મુદ્દામાલ કબજે

અમદાવાદ પોલીસે શહેરના નરોડા, વટવા અને સરદારનગર વિસ્તારમાંથી 308 નંગ ચાઈનીઝ દોરીનો જંગી જથ્થો ઝડપીને પાંચથી વધુ લોકોની ધરપકડ કરી છે. એસઓજીએ નરોડા-દહેગામ સર્કલ પાસેથી પોલીસે 60 નંગ ચાઈનીઝ દોરી પકડી પાડી બોલેરો કાર સહિત કુલ 3.15 લાખનો મુદ્દામાલ કબજે કરી બે લોકોની ધરપકડ કરી છે તો વટવા પોલીસે બાતમીના આધારે 240 નંગ ચાઈનીઝ દોરીના જથ્થો સાથે સ્વિફ્ટ કાર જપ્ત કરી બે યુવકોને પકડી પાડ્યા છે.

બીજી બાજુ સરદારનગર વિસ્તારમાં બાતમીના આધારે એક યુવાનને આઠ નંગ ચાઈનીઝ દોરી સાથે પકડીને કાયદેસર કાર્યવાહી કરી છે. પોલીસે વટવા વિસ્તારમાંથી પરેશભાઈ ચાવલા (રહે. શાંતિ પ્રકાશ હોસ્પિટલની ગલીમાં), લાલચંદ દેવનાણી (રહે. બી વોર્ડ કુબેરનગર) તો નરોડામાંથી સુરેશ ઠાકોર અને કોલવાણી શ્યામલાલ (રહે. દહેગામ, ગાંધીનગર) અને સરદારનગરમાંથી ભૂરો મુલચંદાણી સામે જાહેરનામાભંગ બદલ ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવાનો ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવે છે અને ચાઈનીઝ દોરી સાથે પકડાયેલા આરોપીઓ ગણતરીમાં છૂટી જાય છે ત્યાર બાદ પોલીસના કોઈ પણ ડર વગર ચાઈનીઝ દોરીનું વેચાણ કરી રહ્યા છેદોરીનું વેચાણ અટકાવવા પોલીસે કેટલાક વેપારીઓ ઉપર કેસ કરીને તુકકલ અને દોરીનો જથ્થો કબજે કરે છે જેના કારણે બીજા વેપારીઓમાં ફફડાટ ફેલાઇ જતા તેમણે જાહેરમાં ચાઈનીઝ દોરી અને તુકકલોનું વેચાણ બંધ કરી દીધુ છે પરંતુ જેનો અમુક વેપારીઓએ ચોરી-છુપે બ્લેકમાં તુકકલો વેચીને ધૂમ પૈસા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here