Monday, January 24, 2022
Homeકોરોના : અમદાવાદ : એકપણ પોલીસ સ્ટેશનમાં નથી માસ્ક કે નથી સેનિટાઈઝર
Array

કોરોના : અમદાવાદ : એકપણ પોલીસ સ્ટેશનમાં નથી માસ્ક કે નથી સેનિટાઈઝર

અમદાવાદ: કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માસ્ક પહેરવા અને સેનિટાઇઝર વડે હાથ સાફ કરવા સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે. જાહેર સ્થળો તેમજ દરેક સરકારી ઓફિસોમાં પણ માસ્ક તેમજ સેનિટાઇઝર મુકવામાં આવ્યા છે, પરંતુ અમદાવાદમાં 50 જેટલા પોલીસ સ્ટેશન અને અધિકારીઓની ઓફિસમાં માસ્ક કે સેનિટાઇઝર જોવા મળતા નથી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અથવા અન્ય કારણથી આવતા લોકો સીધા PSO અને ફરિયાદરૂમમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓના સંપર્કમાં આવે છે. પોલીસ કંટ્રોલ ડીસીપી વિજય પટેલે CN24NEWS સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે PSO અને ફરિયાદમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓને અમે માસ્ક આપીશું. ટ્રાફિક પોલીસકર્મીઓને માસ્ક આપવામાં આવ્યા છે.

PSO કે ફરિયાદ રૂમમાં લોકોની અવરજવર વધુ

પોલીસ સ્ટેશનમાં તેમજ પોલીસ કમિશનર ઓફિસમાં દરરોજ અનેક લોકો ફરિયાદ કે અન્ય કારણથી આવતા હોય છે. કોરોના વાઇરસથી બચવા માસ્ક અને સેનિટાઇઝર જરૂરી છે. CN24NEWS એ શહેરના વસ્ત્રાપુર, સેટેલાઇટ સહિતના અનેક પોલીસ સ્ટેશનમાં તપાસ કરતા કોઈપણ પોલીસકર્મી પાસે માસ્ક હતું નહીં. ખાસ કરીને PSO કે ફરિયાદ રૂમમાં લોકોની અવરજવર વધુ રહે છે. તેમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓએ માસ્ક પહેરવું હિતાવહ છે તેમજ સેનિટાઈઝર જરૂરી છે. પરંતુ એકપણ પોલીસ સ્ટેશનમાં માસ્ક કે સેનિટાઈઝર જોવા મળ્યું ન હતું.

પોલીસ સ્ટેશનમાં સેમિનાર કર્યો પણ પોલીસને જ સેનિટાઈઝર કે માસ્ક ન આપ્યા

કોર્પોરેશન દ્વારા શહેરના કેટલાક પોલીસ સ્ટેશનમાં કોરોના વાઇરસની જાગૃતિ માટે સેમિનાર કરવામાં આવ્યો હતો. જેમાં કોરોના વાઇરસથી બચવા માટેના ઉપાય વગેરે જણાવવામાં આવ્યું હતું. જો કે કોર્પોરેશને જે પોલીસકર્મીઓ સીધા લોકોના સંપર્કમાં આવે છે તેઓને માસ્ક આપ્યા ન હતા તેમજ સેનિટાઈઝરની એકપણ બોટલ આપવામાં આવી ન હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular