અમદાવાદ: કોરોનાથી વધુ એક પોલીસ કર્મીનું મોત, વટવાની બેંક ઓફ બરોડા બ્રાન્ચના મેનેજર સહિત 12 કર્મચારી કોરોનાગ્રસ્ત

0
0

અમદાવાદ. કોરોનાના કારણે વધુ એક પોલીસ કર્મીનું મોત થયું છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મુકેશ સોમા ભાઈનું મોત થયું છે. આ પહેલા મુકેશભાઈના સગાભાઈનું પણ કોરોના કારણે મોત થઈ ચૂક્યું છે. એક પરિવારમાં 2 ભાઈના મોતથીલ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. વટવા વિસ્તારમાં બેન્ક ઓફ બરોડા(BOB)ના બેંક મેનેજર સહિત 12 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે તકેદારીના ભાગરૂપે બ્રાન્ચને બંધ કરી દેવામાં આવી છે.

જ્યારે પોલીસ ભવન(ગાંધીનગર)માં ઈ બ્રાન્ચમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હિરેન વી પ્રજાપતિનું કોરોને કારણે મૃત્યુ થયું છે.

ન્યુ મણિનગરની માતૃભૂમિ સોસાયટીમાં રહેતા આધેડનું કોરોનાથી મોત

શહેરના CTM એક્સપ્રેસ હાઈવે પાસેના ન્યુ મણિનગરની માતૃભૂમિ સોસાયટીમાં રહેતા 50 વર્ષીય નિવૃતિભાઈ નેમાડે બે દિવસ પહેલા કોરોના પોઝિટીવ આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યાં હતા. જ્યાં આજે 11 કલાકે સારવાર દરમ્યાન તેમનું મોત થયું છે. જેને પગલે સોસાયટીના રહીશો બે દિવસથી તેમના પરિવાર અને ઘરે ક્વોરન્ટીન કરવાની માંગ કરતા હતા. આમ છતાં તંત્રએ કોઈપણ પ્રકારના પગલાં ન ભરતા સ્થાનિક કોર્પોરેટર અતુલ પટેલને રજૂઆત કરી હતી. ત્યાર બાદ તેમણે ઉચ્ચ અધિકારીઓને આ અંગે જાણ કરી હતી.

મુંબઈમાં 70 દિવસે તો અમદાવાદમાં 75 દિવસમાં મૃત્યુઆંક 1 હજારને પાર

અમદાવાદ. શહેરમાં 6 જૂનની સાંજથી 7 જૂનની સાંજ સુધીમાં 318 નવા કેસ નોંધાયા છે અને 21 દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે 223 દર્દી સાજા થયા છે. આમ અત્યાર સુધીમાં કુલ 14,285 કેસ નોંધાયા છે અને 1015 દર્દીના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 9,912 દર્દી સાજા થઈને ઘરે પરત ફરી ચૂક્યા છે. મુંબઈમાં કોરોનાથી પ્રથમ મોત નોંધાયા બાદ 70 દિવસમાં મોતનો આંકડો 1000ને પાર થઈ ગયો હતો, જ્યારે અમદાવાદ શહેરમાં કોરાનાથી પ્રથમ મોત નોંધાયાના 75 દિવસમાં મૃત્યુ આંક એક હજારને પાર પહોંચી ગયો છે. અમદાવાદમાં 25 માર્ચે કોરોનાથી પ્રથમ મોત થયું હતું. જ્યારે 7 જૂને શહેરમાં 21 વધુ મોત સાથે મૃત્યુઆંક 1015 સુધી પહોંચી ગયો છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here