પ્રાંતિજ : સુખડ ગામની સીમ પાસે અજાણ્યા વાહન ની ટક્કર થી અમદાવાદ ના પોલીસ જવાન નું મોત.

0
31

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા ના સુખડ ગામની સીમમાં અજાણ્યા વાહન ની ટક્કર થી અમદાવાદ ના પોલીસ કોન્સ્ટેબલ નું મોત તો મૃતક કોન્સ્ટેબલ ના પત્ની દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન માં અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોધેયો.

અકસ્માત સ્થળે એસપી, ડીવાયએસપી ,પ્રાંતિજ પીઆઈ ધટના સ્થળે દોડી આવ્યા.
ડોગ સ્કોડ  , એફેસેલ સહિત ની ટીમ પણ ધટના સ્થળે દોડી આવી.
મૃતક કોન્સ્ટેબલ ની પત્ની ની ફરીયાદ ના આધારે પોલીસે ગુનોનોધેયો.
નિવૃત્ત ડીવાયએસપી ના પુત્ર પોલીસ જવાન નું અકસ્માત માં મોત.
અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનોનોધી આગળ ની તપાસ હાથધરી.

 

પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ પ્રાંતિજ તાલુકા ના સુખડ ગામની સીમમાં આજે વહેલી સવારે કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાના કબજીનુ વાહન બેદરકારી અને ગફલતભરી રીતે હંકારી લાવી ફરીયાદી નિશાબેન ના પતિ અશ્વિન કુમાર ને ટક્કર મારી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચાડી અશ્વિન કુમાર કાન્તીલાલ ચાવડા કે જેવો અમદાવાદ ખાતે આવેલ કારંજ પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા હતાં અને તેવો નિવૃત્ત ડીવાયએસપી ના પુત્ર રહે. સુમિનપાર્ક સોસાયટી સેજલ નગર  , કુષ્ણનગર (સૈજપુર બૌધા )  અમદાવાદ મુળ રહે કડી રોહિત વાસ ,  ટાવરની બાજુમાં તા.કડી જી.મહેસાણા નું ધટના સ્થળે મોત નિપજ્યું હતું તો અકસ્માત ના સમાચાર મળતા જ પ્રાંતિજ પીઆઈ એમ ડી ચંપાવત તથા સાબરકાંઠા એસપી ચૈતન્ય રવિન્દ્ર મંડલીક  , ડીવાયએસપી કે.એચ.સૂર્યવંશીસહિત ધટના સ્થળે દોડી આવ્યા હતાં તો ડોગ સ્કોડ એફેસેલ સહિત ની ટીમ પણ ધટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથધરી હતી તો મૃતક ને પ્રાંતિજ સિવિલ ખાતે પીએમઅર્થે ખસેડવામાં આવ્યો હતો તો હાલતો પ્રાંતિજ પોલીસ દ્વારા મૃતક અશ્વિન કુમાર કાન્તીલાલ ચાવડા ની પત્ની નિશાબેન ની ફરીયાદ ના આધારે અકસ્માત નો ગુનોનોધી અજાણ્યા વાહન સહિત ની શોધખોળ હાથધરી છે.

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here