Friday, March 29, 2024
Homeઅમદાવાદઅમદાવાદ : પ્રાણીઓના અંગોની તસ્કરી કરતા પ્રકાશ જૈનની ધરપકડ

અમદાવાદ : પ્રાણીઓના અંગોની તસ્કરી કરતા પ્રકાશ જૈનની ધરપકડ

- Advertisement -

પ્રાણીઓના અમૂલ્ય અંગોની હેરાફેરીની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. હાથીદાંત અને વાઘના નખ અને ચામડુ જેવા અંગો માર્કેટમાં મોંઘા ભાવે વેચાતા હોવાથી પ્રાણીઓની હત્યાઓ પણ થતી હોવાની બાબતો સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રાણીઓના અંગોની તસ્કરી કરીને વાચણ કરતા શખસને ઝડપી પાડવામાં આવ્યો છે અને તેને તામિલનાડુ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને સોંપવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે તામિલનાડુના તિરુચિરાપલ્લી રેન્જ ત્રિચિમાં અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં રહેતા પ્રકાશ ચુનિલાલ કાકલિયા સામે પ્રાણીઓના અંગોની તસ્કરી કરવાનો ગુનો દાખલ થયો હતો. જેની તપાસ ક્રાઇમ બ્રાન્ચના હાથમાં આવતા જ ક્રાઇમ બ્રાન્ચે આ શખસને શહેરના બોડકદેવ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો અને તામિલનાડુના ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને સોંપ્યો હતો.

આરોપી પર વાઘનું ચામડું, હાથીદાંત, હરણના શિંગડા અને શિયાળની પુંછડીની તસ્કરી કરવાનો આરોપ છે. આરોપીની પૂછપરછમાં ક્રાઇમ બ્રાન્ચને જાણવા મળ્યું હતું કે, પ્રકાશ 1992થી 2006 સુધી તામિલનાડુના સલ્મ વિસ્તારમાં રહેતો હતો. તે ચંદન ચોર વિરપ્પનના ગામ કોલતુર ખાતે અવરજવર કરતો હતો. તે વિરપ્પનની પત્નીના નામથી પણ વાકેફ હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular