અમદાવાદ : વકીલે પતિ સાથે છૂટાછેડા લેવા આવેલી મહિલાને લગ્નની લાલચ આપી અને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા

0
0

શહેરમાં વકીલાત કરતાં એક વકીલે પતિ સાથે છૂટાછેડા લેવા આવેલી મહિલાને લગ્નની લાલચ આપી અને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. બાદમાં મહિલાને જાણ થઈ હતી કે, આવી રીતે છૂટાછેડા લેવા આવતી કેટલીય મહિલાઓ સાથે તેણે શારીરિક સંબંધો બાંધ્યા છે જેથી મહિલા વકીલના ઘરે પહોંચી હોબાળો મચાવ્યો હતો. વકીલે આ મામલે મહિલાને સમજાવવા મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી. હેલ્પલાઈને મહિલાને શાંતિથી સમજાવી વકીલને સમજાવ્યું હતું કે, ઈમાનદારીથી કેસમાં ન્યાય અપાવે તેમ સમજાવ્યું હતું.

મહિલાનો આક્ષેપ, પૈસા લઈ અને શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા

મહિલાનો આક્ષેપ, પૈસા લઈ અને શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા

પતિ સાથે છૂટાછેડા લેવાનો કેસ આ વકીલ લડી રહ્યો હતો

મહિલા હેલ્પલાઈન 181માં કોલ કરી એક વકીલે જણાવ્યું હતું કે, એક મહિલા કલાઇન્ટ તેમના ઘરે આવી અને હોબાળો કરે છે તમારી મદદની જરૂર છે. જેથી મહિલા હેલ્પલાઈનની ટીમ ત્યાં પહોંચી હતી, જ્યાં એક મહિલા હાજર હતી. ટીમે પુછતાં તેઓએ જણાવ્યું હતું કે, પતિ સાથે છૂટાછેડા લેવાનો કેસ આ વકીલ લડી રહ્યા છે. પૈસા લઈ અને શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. કેસ લડવા માટે માંગ કરતા હતા અને લગ્ન કરવાના વાયદા કર્યા હતા.

વકીલે મહિલા હેલ્પલાઈન 181માં કોલ કરી જાણ કરી હતી

વકીલે મહિલા હેલ્પલાઈન 181માં કોલ કરી જાણ કરી હતી

અન્ય સ્ત્રીઓ સાથે પણ સંબંધની જાણ થતા મહિલા ઉશ્કેરાઈ હતી

કેસ લડવાના બહાને કેટલીય મહિલા સાથે તેણે શારીરિક સંબંધ રાખ્યા હોવાની મહિલાને જાણ થતાં તેઓ ગુસ્સે થઈ ગયા હતા અને ઘરે પહોંચી હોબાળો કર્યો હતો જેથી વકીલ ઘરેથી નીકળી મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી. ટીમે વકીલને બોલાવી બંનેને શાંતિથી સમજાવ્યા હતા અને વકીલને ઈમાનદારીથી કેસ લડવા માટે કહી ન્યાય અપાવવા કહ્યું હતું. મહિલાને મુકવા વકીલ આવે તેમ કહેતા તેઓ મુકવા ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here