અમદાવાદ : રેલ્વે સ્ટેશન પરથી ખરીદી શકાશે માસ્ક અને PPE કીટ, ખાસ વેન્ડિંગ મશીન મૂકાયું

0
8

અમદાવાદ. કોરોના મહામારીના વધતા સંક્રમણ વચ્ચે રેલવે સેવા પુનઃ કાર્યરત થઇ છે. રેલવેમાં મુસાફરી કરતા પ્રવાસીઓને કોરોનાના કહેરથી બચવવા માટે અમદાવાદ રેલવે સ્ટેશન પર ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે. મુસાફર સ્ટેશન પરથી માસ્ક, સેનિટાઇઝર અને PPE કીટની ખરીદી કરી શકે એ માટે ખાસ વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યું છે. આ મશીનમાં ઓનલાઇન અને રોકડ વ્યવહારની પણ સુવિધા આપવામાં આવી છે.

પશ્ચિમ રેલવેનો આ પ્રથમ પ્રયોગ

પશ્ચિમ રેલ પ્રબંધક દિપકકુમાર ઝાએ જણાવ્યું છેકે, પશ્ચિમ રેલવેનો આ પ્રથમ પ્રયોગ છે. જે અંતર્ગત અમદાવાદ રેલવે સ્ટેશન પર ઓટોમેટિક વેન્ડિંગ લગાવવામાં આવ્યું છે. જેના દ્વારા N95 માસ્ક, 3 પ્લાય માસ્ક અને સેનિટાઇઝર મેળવી શકાશે. આ સુવિધાથી યાત્રી અને રેલ ઉપભોક્તાને લાભ મળશે. આ મશીનમાં ઇ પેમેન્ટ અને કેશ પેમેન્ટનો પણ વિકલ્પ છે અને PPE કીટ પણ ઉપલબ્ધ રહેશે જે ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને બજાર કિંમતે મેળવી શકાશે.