Saturday, September 25, 2021
Homeઅમદાવાદ : આગામી એક સપ્તાહમાં વરસાદની આગાહી
Array

અમદાવાદ : આગામી એક સપ્તાહમાં વરસાદની આગાહી

ગુજરાતમાં અત્યારસુધી 12 ઈંચ સાથે મોસમનો 36 ટકા વરસાદ નોંધાયો છે. જેની સરખામણીએ ગત વર્ષે 2 ઓગસ્ટ સુધી 14 ઈંચ સાથે મોસમનો 43 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો હતો. આમ, ગત વર્ષની સરખામણીએ વરસાદ હજુ સાત ટકા ઓછો છે.છેલ્લાં 9 વર્ષની સરખામણીએ આ વર્ષે જુલાઇમાં સૌથી ઓછો વરસાદ છે. 2012માં સરેરાશ 5 ઇંચ વરસાદ થયો હતો. આ વર્ષે સરેરાશ 7 ઇંચ થયો છે.

રાજ્યમાં છુટો છવાયો વરસાદ થઈ શકે - Divya Bhaskar

ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ

રાજ્યમાંથી અત્યારસુધી કચ્છમાં 5.51 ઈંચ સાથે મોસમનો 31.86, ઉત્તર ગુજરાતમાં 8.70 ઈંચ સાથે મોસમનો 30.98 , પૂર્વ મધ્ય ગુજરાતમાં 10.70 ઈંચ સાથે મોસમનો 33.93, સૌરાષ્ટ્રમાં 9.25 ઈંચ સાથે મોસમનો 33.55 અને દક્ષિણ ગુજરાતમાં 22.55 ઈંચ સાથે મોસમનો સરેરાશ 39.46 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યા છે. રાજ્યમાં હાલ બે જ તાલુકા એવા છે જ્યાં 39.37 ઈંચથી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. રાજ્યમાં જૂનમાં કુલ 4.73 ઈંચ, જુલાઇમાં 6.95 ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ ગત વર્ષે જૂનમાં 4.83 ઈંચ અને જુલાઇમાં 9 ઈંચ વરસાદ નોંધાઇ ચૂક્યો હતો.

રાજ્યમાં અત્યાર સુધી 35.84% વરસાદ થયો છે

રાજ્યમાં અત્યાર સુધી 35.84% વરસાદ થયો છે. ગત વર્ષે 2 ઑગસ્ટ સુધી રાજ્યમાં 42.90% વરસાદ થયો હતો. ગત વર્ષની સરખામણીએ 7.24% ઓછો વરસાદ છે. સરેરાશની સામે રાજ્યમાં 36%ની ઘટ છે. રાજ્યમાં તમામ 33 જિલ્લાઓમાં સરેરાશથી ઓછો વરસાદ છે. ગાંધીનગરમાં 57%, અરવલ્લીમાં 54%, સુરેન્દ્રનગરમાં 52%, તાપીમાં સરેરાશથી 49%, દાહોદમાં 48% વરસાદની ઘટ છે. 11 જિલ્લાઓમાં વરસાદની 50%થી પણ વધારે ઘટથી ચિંતા વધી છે. છેલ્લાં 9 વર્ષની સરખામણીએ આ વર્ષે જુલાઇમાં સૌથી ઓછો વરસાદ છે. 2012માં સરેરાશ 5 ઇંચ વરસાદ થયો હતો. આ વર્ષે સરેરાશ 7 ઇંચ થયો છે.

વરસાદ ખેંચાતા જળાશયોમાં પાણી ખૂટ્યું
વરસાદ ખેંચાતા જળાશયોમાં પાણી ખૂટ્યું

ગુજરાતમાં માત્ર 4 જળાશયો 100 ટકા ભરેલા છે

ગુજરાતનાં 207 જળાશયોમાંથી માત્ર 4 જળાશય 100% ભરેલાં છે. હાલમાં કુલ જળસંગ્રહ 47.26% છે. સરદાર સરોવર ડેમમાં 46.52% છે. ઉત્તર ગુજરાતમાં 24.50%, મધ્યમાં 42.90%, દક્ષિણમાં 57.08%, કચ્છમાં 23.82%, સૌરાષ્ટ્રમાં 41.07% પાણીનો સંગ્રહ છે. 25 ડેમોમાં જ 70%થી વધુ પાણી છે. 94 જળાશયોમાં 25%થી ઓછું પાણી છે. આગામી 7 દિવસ સુધી રાજ્યમાં સારો વરસાદ થાય એવા કોઇ એંધાણ નથી. હવામાન ખાતાની આગાહી મુજબ, આવતા 7 દિવસમાં અમુક જગ્યાએ સામાન્ય છૂટોછવાયો વરસાદ થઇ શકે છે.

2020ની સરખામણીએ ઝોનવાઇઝ વરસાદ અને ડેમોમાં જળસંગ્રહ

ઝોન વરસાદ ડેમોમાં જળસંગ્રહ (%)
વર્ષ 2021(%) 2020(%) તફાવત 2021(%) 2020(%) તફાવત
ઉત્તર 30.78 29 1.78 24.5 25 -0.5
મધ્ય 33.79 28.19 5.16 42.9 39 3.9
દક્ષિણ 39.18 31.18 8 57.08 58 -0.9
કચ્છ 31.61 89.53 -58 23.82 38 -14
સૌરાષ્ટ્ર 33.37 73.16 -40 41.07 58 -17
કુલ 35.66 42.9 -7.24 47.26 51 -4

 

( સ્રોત – નર્મદા, જળસંપત્તિ વિભાગ અને જીએસડીએમએ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments