આજથી ર૦મી સુધી અમદાવાદ રાજકોટ ઇન્ટરસિટી ટ્રેન રદ

0
18

રાજકોટ-વાંકાનેર વચ્ચે ડબલ ટ્રેકની કામગીરી ચાલતી હોવાથી ટ્રેન પ્રભાવિત

રાજકોટ રેલવે ડિવીઝનમાં ડબલ ટ્રેકની કામગીરી ચાલતી હોવાથી સોમનાથ-રાજકોટ ટ્રેન આંશિક રીતે રદ કરાઇ છે.

ટ્રેન નં. ૧૯૧૧૯ અમદાવાદ-સોમનાથ એકસપ્રેસ તા. ૧૧ થી ર૦ ફેબ્રુઆરી સુધી અમદાવાદ-રાજકોટ વચ્ચે રદ રહેશે.

આ ટ્રેન માત્ર રાજકોટ-સોમનાથ વચ્ચે દોડશે. જયારે ટ્રેન નં. ૧૯૧૨૦ સોમનાથ-અમદાવાદ તા. ૧૧ થી ર૦ ફેબ્રુઆરી સુધી રદ રહેશે. પરંતુ સોમનાથ-રાજકોટ વચ્ચે દોડશે.

રાજકોટ-વાંકાનેર વચ્ચે ડબલ ટ્રેકની કામગીરી ચાલતી હોવાથી સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેન પ્રભાવિત થશે.

જયારે ઉત્તર પશ્ર્ચિમ રેલવેના અજમેર ડિવીઝનમાં ડબલીંગ કામગીરી ચાલતી હોવાથી રાજકોટ ડીવીઝનમાંથી આવતી-જતી ર ટ્રેન રદ કરવામાં આવી છે. જયારે ૧૨ ટ્રેનના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

પોરબંદર-દિલ્હી સરાય, પોરબંદર-મુઝફફરપુર, ઓખા-દહેરાદુન, ટ્રેનના ડાયવર્ટ બદલાવવામાં આવ્યા છે.