અમદાવાદ : ચાલુ વર્ષે મ્યુનિ.ને ટેક્સની રૂ.1073.58 કરોડની રેકોર્ડ આવક

0
2

કોરોનાકાળમાં એક તરફ લોકોની આવકમાં ઘટાડો થયો છે. ત્યારે બીજી તરફ ચાલુ વર્ષે મ્યુનિ.ને ટેક્સની રૂ.1073.58 કરોડની રેકોર્ડ આવક થઈ છે. માર્ચના અંત સુધીમાં 1100 કરોડનો ટાર્ગેટ છે.

છેલ્લા 25 દિવસથી બાકી પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે મ્યુનિ.એ ચલાવેલી ઝુંબેશમાં 11502 મિલકત સીલ કરાઈ હતી.જેને કારણે ટેક્સની વસૂલાત ઝડપી બની છે. છેલ્લા 25 દિવસમાં જ લોકોએ રૂ. 98.40 કરોડનો ટેક્સ ચૂકવી દીધો છે. છેલ્લા કેટલાક દિવસોથી લોકો પ્રતિદિન સરેરાશ 6થી 8 કરોડ ટેક્સ પેટે ચૂકવે છે. ગુરુવારે ટેક્સની કુલ આવક રૂ. 1073.58 કરોડ પર પહોંચી છે. જે રકમ ગત વર્ષે વસુલેલા 1072.57 કરોડની આવક કરતાં વધારે છે. શહેરના ઇતિહાસમાં અત્યાર સુધીમાં આ સૌથી વધુ ટેક્સ વસૂલાત કરવામાં આવી છે.

વધુ 200 મિલકત સીલ
શુક્રવારે પણ મ્યુનિ.એ પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનારી મિલકતો સામે સીલિંગ કાર્યવાહી કરી વધુ 200 મિલકત સીલ કરી હતી. ઉત્તર ઝોનમાં 60, દક્ષિણ ઝોનમાં 48, દ.પશ્ચિમ ઝોનમાં 12 સહિત અન્ય ઝોનમાં મળીને કુલ 200 થી વધારે મિલકત માલિકો સામે કાર્યવાહી કરાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here