Wednesday, October 20, 2021
Homeઅમદાવાદઅમદાવાદ : અંધારામાં ત્રણ અજાણ્યાં શખ્સોએ રિક્ષા ચાલકને છરીના ઘા મારીને લૂંટી...

અમદાવાદ : અંધારામાં ત્રણ અજાણ્યાં શખ્સોએ રિક્ષા ચાલકને છરીના ઘા મારીને લૂંટી લીધો

અમદાવાદમાં પેસેન્જર બનીને વાહનમાં બેસીને લૂંટ કરવા વાળી ટોળકીઓ સક્રિય થઈ છે. કાલુપુર રેલવે સ્ટેશનથી પેસેન્જર તરીકે રિક્ષામાં બેસીને ત્રણ અજાણ્યાં શખ્સો અસારવા રેલવે યાર્ડ પાસે અંધારામાં રિક્ષાચાલકને છરીના ઘા મારી રોકડા રૂપિયા અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત રિક્ષાચાલકને સમયસર સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જીવ બચી ગયો હતો. શાહીબાગ પોલીસે ત્રણ અજાણ્યાં શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

નાના ચિલોડા જવાનું કહી ત્રણ શખ્સો રિક્ષામાં બેઠા
પ્રાપ્ત વિગતો પ્રમાણે નરોડા રોડ પર ફ્રૂટ માર્કેટ પાસે આવેલી મુનશીની ચાલીમાં રહેતો રામપ્રતાપસિંગ ભદોરીયા રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. કાલુપુર રેલવે સ્ટેશન સહિત અલગ અલગ જગ્યાએ રિક્ષામાં પેસેન્જર લઈ ફેરા કરે છે. સોમવારે રાતે કાલુપુર રેલવે સ્ટેશન પાસે પેસેન્જરની રાહ જોઇને તેઓ ઉભા હતા. દરમ્યાનમાં 25 વર્ષની ઉંમરના 3 શખ્સ આવ્યા હતા. નાના ચિલોડા જવાનું કહી અસારવા ખાતે એક ભાઈને ઉતારવાનો છે અને ટિફિન લઈ એક ભાઇને લેવાનો છે એમ કહ્યું હતું.

ત્રણેય જણા રિક્ષાચાલકને છરીના ઘા મારીને નાસી ગયા હતા
જેથી રિક્ષામાં બેસી તેઓ અસારવા રેલવે યાર્ડ પાસે જૂની પોલીસ લાઈન પાસે લઈને આવેલા જ્યાં રિક્ષામાંથી ત્રણેય લોકો ઉતરી ગયા હતા. પેસેન્જર તરીકે બેસેલા શખ્સઓએ છરી બતાવી કહ્યું હતું કે તારી પાસે જે કંઈ પણ હોય એ આપી દે નહિ તો જાનથી મારી નાખીશું એવી ધમકી આપી હતી. ગાળો બોલી આ શખ્સઓએ ખિસ્સામાંથી મોબાઈલ ફોન, રોકડા રૂપિયા પાકીટ વગેરે લઈ લીધું હતું. જતા જતા તેઓએ રિક્ષાચાલકને છરીના ઘા મારીને નાસી ગયા હતા. એક રાહદારી ત્યાંથી નીકળતા જોઈ ગયો હતો અને ઈજાગ્રસ્ત રામપ્રતાપસિંગને સારવાર માટે 108માં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. શાહીબાગ પોલીસે આ મામલે ત્રણ અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments