અમદાવાદ : પાલડીમાં 3 સોસાયટીઓ સીલ કર્યા ની અફવાહ, AMCએ કહ્યું……….

0
11
  • પાલડી વિસ્તારમાં કામ વિના આવતા નહીં સાથેનો મેસેજ વાઇરલ

રાજ્યમાં મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે. જેની વચ્ચે કોરોનાના કેસો રાજયમાં ઘટ્યા છે અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ચાર નેતાઓ કોરોનાગ્રસ્ત થયા છે ત્યારે અમદાવાદમાં ફરી કોરોનાના કેસો વધતાં સોસાયટીઓ સીલ કરી હોવાના મેસેજો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા મેસેજમાં પાલડી વિસ્તારમાં કામ વગર આવતા નહીં. સોસાયટીઓ સીલ કરી છે અને 32 કેસ આવેલા છે. આ મામલે AMCના હેલ્થ વિભાગના DYMC ડો. ઓમપ્રકાશે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આવી કોઈ સોસાયટીઓ સીલ કરવામાં આવી નથી.

શું લખ્યું છે આ ફેક મેસેજમાં
રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો રેલીઓ અને સભાઓ ગજવી રહ્યા છે. રેલીઓમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની ઐસી કી તૈસી કરી ટોળા ભેગા થઈ રહ્યા છે. કોરોનાના કેસો ઘટ્યા હોવાના આંકડા આવી રહ્યા છે, જેની વચ્ચે સોશિયલ મીડિયામાં એક મેસેજ વાઇરલ થયો છે જેમાં લખ્યું છે. Hey freinds, Paldi વિસ્તારમાં કામ વગર આવતા નહીં, AIMS હોસ્પિટલની પાછળ ત્રણ સોસાયટી સીલ કરેલ છે. Ram vihar સોસાયટી 1 અને 2 સીલ કરેલ છે. Faiz mahammad સોસાયટીમાં 32 કેસ છે.

ચૂંટણી ટાણે લોકો ભેગા થતા હોય અને માસ્ક વગર લોકો ફરતા જોવા મળે છે અને તેના કારણે કોરોના વકર્યો હોવાને લઇ ફરતો થયેલો આ મેસેજ તદ્દન ખોટો હોવાનું કોર્પોરેશનના અધિકારીઓ જણાવી રહ્યા છે. ખરેખર લોકોમાં હવે કોરોનાનો ડર રહ્યો જ નથી.

અમદાવાદ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ હોસ્પિટલ પાછળની સોસાયટીઓ સીલ કરી હોવાનો મેસેજ વાઇરલ.
અમદાવાદ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ હોસ્પિટલ પાછળની સોસાયટીઓ સીલ કરી હોવાનો મેસેજ વાઇરલ.

શહેર અને જિલ્લામાં કુલ કેટલા કેસ અને મોત
એક સમયે કોરોનાનું હોટસ્પોટ અને ડેથસ્પોટ બનેલા અમદાવાદમાં સંક્રમણ હવે કાબૂમાં આવી ગયું છે. શહેરમાં 15 ફેબ્રુઆરીએ શહેર અને જિલ્લામાં 49 નવા કેસ અને 59 દર્દી સાજા થયા છે. જ્યારે એકેય દર્દીનું મોત થયું નથી અને મૃત્યુઆંક 2,305 યથાવત રહ્યો છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 61836 થયો છે. જ્યારે અત્યાર સુધી 58,987 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here