Monday, September 20, 2021
Homeઅમદાવાદ : રૂપાણી સરકારમાં 4 લાખ 24 હજાર 990 બેરોજગાર નોંધાયા, માત્ર...
Array

અમદાવાદ : રૂપાણી સરકારમાં 4 લાખ 24 હજાર 990 બેરોજગાર નોંધાયા, માત્ર 5,497ને જ નોકરી મળી

અમદાવાદઃ ગુજરાતમાં યુવાઓને રોજગારી પુરી પાડવાના નામે ફરીવાર સત્તામાં આવેલી રૂપાણી સરકારની વિધાનસભામાં પોલ ખુલી ગઈ છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં કુલ 4 લાખ 24 હજાર 990 શિક્ષિત અને અર્ધ શિક્ષિત બેરોજગારો નોંધાયા છે. જેમાંથી માત્ર 5,497 યુવાઓને જ સરકારી નોકરી મળી છે. ગુજરાતમાં હાલ 4,02,391 શિક્ષિત અને 22,599 અર્ધ શિક્ષિત બેરોજગારો નોંધાયા છે.

જ્યારે વડોદરા, સુરત, ખેડા, નવસારી, દાહોદ, નર્મદા અને મોરબી જિલ્લામાં બે વર્ષમાં એકપણ બેરોજગારને સરકારી નોકરી મળી નથી. જ્યારે ડાંગ જિલ્લામાં 1, તાપી અને જામનગર જિલ્લામાં માત્ર 2-2 બેરોજગારોને સરકારી નોકરી મળી છે.

કયા જિલ્લામાં કેટલા બેરોજગારો

જિલ્લો શિક્ષિત બેરોજગાર અર્ધશિક્ષિત બેરોજગાર સરકારી નોકરી
અમદાવાદ 42323 4412 413
વડોદરા 26775 891 0
સુરત 23141 879 0
આણંદ 19399 690 48
ભાવનગર 17408 1978 150
ખેડા 16568 592 0
રાજકોટ 15915 1517 8
જૂનાગઢ 14708 722 10
બનાસકાંઠા 14562 265 989
જામનગર 14227 1906 2
પંચમહાલ 13726 225 31
સાબરકાંઠા 12391 270 280
અમરેલી 11982 442 648
વલસાડ 11743 399 21
ભરૂચ 11552 408 129
કચ્છ 10926 1872 47
સુરેન્દ્રનગર 10711 516 194
પાટણ 10417 256 794
મહેસાણા 10417 256 756
નવસારી 9755 353 0
દાહોદ 9757 50 0
ગાંધીનગર 8872 1395 473
મહીસાગર 8745 338 15
અરવલ્લી 8424 134 151
છોટાઉદેપુર 7732 143 42
તાપી 7094 296 2
ગીર સોમનાથ 6652 147 192
પોરબંદર 5937 281 15
નર્મદા 5424 120 0
બોટાદ 4406 203 55
મોરબી 4157 314 0
દેવભૂમિ દ્વારકા 3590 154 31
ડાંગ 2935 175 1
કુલ 4,02,391 22,599 5,497
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments