Saturday, June 3, 2023
Homeઅમદાવાદઅમદાવાદ : દુશ્મનને મારવા હથિયાર લઇને ફરતો સલમાનન ઝડપાયો

અમદાવાદ : દુશ્મનને મારવા હથિયાર લઇને ફરતો સલમાનન ઝડપાયો

- Advertisement -

અમદાવાદ શહેરમાં હથિયાર સાથે ફરતા સલમાન ખાનને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, એક યુવક રથયાત્રા સમયે હથિયાર લઇને ફરી રહ્યો છે તેના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સલમાન ખાનને ઝડપી લીધો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સરખેજ રોજા વિસ્તારમાં એક યુવક પોતાના દુશ્મનને મારવા માટે હથિયાર લઇને ફરી રહ્યો હોવાની વાતની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી. જેથી પોલીસે આ વિસ્તારમાં વોચ ગોઠવીને સલમાન ખાન સરફરાજ ખાન પઠાણની ધરપકડ કરી છે તેની પાસેથી એક દેશી બનાવટની પિસ્ટલ અને ચાર કારતુસ મળી આવ્યા હતા.

પોલીસે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ચાર મહિના પહેલા તેના વિસ્તારમાં રહેતા મુદ્દેસર ખાન સાથે તેને પૈસાની લેવડદેવડ બાબતે ઝઘડો થયો હતો. આ બાબતની અદાવત રાખીને મુદ્દેસર ખાન બીજા દિવસે તેના ઘરે આવ્યો હતો અને તેની પાસે રહેલા હથિયાર વડે તેના પિતાજી પર ફાયરિંગ કર્યું હતું. અવારનવાર તેના પરિવારને મારી નાખવાની ધમકી આપતો હતો. જેથી તેના બચાવ માટે આજથી ત્રણ મહિના પહેલા યુપીના સુલતાનપુરથી તે દેશી પિલ્ટલ અને કારતુસ ખરીદીને લાવ્યો હતો. રથયાત્રા પહેલા હથિયાર સાથે ફરતા આરોપીને પકડીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. આ મામલે આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular