અમદાવાદ : જાગૃતિનો સંદેશો આપતું ગુજરાતનું સૌ પ્રથમ પોલીસ સ્ટેશન

0
226
આપ જે જોશો તે કોઈ ચિત્રની પ્રદર્શની નથી પરંતુ સરદારનગર પીઆઇ દ્વારા ગુનેગારોના માનસપટ પર થી ગુનાહિત વિચારો દૂર કરવા માટે સ્ટેશન હવાલાત અને પોલીસ સ્ટેશનની દીવાલો પર બોધપાઠ આપતા ચિત્ર બનાવવામાં આવ્યા છે જે ખરેખર પ્રશંશનીય છે.

આમ તો લોકઅપ નું નામ સાંભળીયે એટલે ખબર પડે જ કે ગુનાહ કર્યો એટલે આ હવાલાતમાં જવાનું છે અને લગભગ ગુનાહિત પ્રવુતિ કરનાર જ આની સફરે જાય કારણ કે ગુનાહ કાર્ય બાદ તેને પછતાવો થતો હોય પરંતુ એ સમય દરમ્યાન જે પગલું ભરાઈ ગયું હોય તેને કોણ રોકી શકે પણ અપરાધ બાદ જો હવાલાત માં જતા ગુનાહિત કાર્ય કરવા પ્રેરિત લોકોનું હૃદય અને માનસ  બદલાઈ જાય તો સમાજમાં અપરાધ ઓછો થાય અને અપરાધ કરનાર વ્યક્તિ પણ એક સારા માર્ગે દોરાઈ શકે છે અમે સમાજ ને ઉપયોગી બની સારો સાબિત થાય તેને અનુલક્ષી ને સરદારનગરના પોલીસ ઇન્સ્પેક્ટર દવારા એક અનોખી પહેલ કરવામાં આવી છે જેમના દ્વારા ગુન્હેગારોના માનસપટ પરથી ગુન્હાઓના વિચારો દૂર કરવા સ્ટેશન લોકઅપમાં બોધપાઠ આપતા પેઇન્ટિંગ બનાવી એક અનોખું ઉદારહણ પૂરું પાડવામાં આવ્યું છે.

આ ઉપરાંત સમગ્ર પોલીસ સ્ટેશનને અલગ અલગ થિમ જેમ કે અપરાધ છોડો, પરિવાર બચાવો, બેટી બચાવો, બેટી પઢાવો, દારૂબંધી  તેમજ અન્ય સંદેશ આપતા પેઇન્ટિંગથી સજાવવામાં આવ્યું…આવી અનોખી થીમ ધરાવતા પેઇન્ટિંગ સાથે સમાજમાં રહેલા દૂષણોને દૂર કરવાની પહેલ સરદારનગર પીઆઇ  જાદવ દવારા કરવામાં આવી છે અને પેઇન્ટિંગ દ્વારા જાગૃતિનો સંદેશો આપતું ગુજરાતનું સૌ પ્રથમ આ પોલીસ સ્ટેશન સરદારનગર બન્યું છે જેમાં ગુન્હેગારોને માનસ પરથી ગુન્હાખોરીના વિચારોને દૂર કરવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગુનેગારો જેલ માં જઇને બોધપાઠ લે તેના કરતાં પોલીસ સ્ટેશનમાં જ આ પોસ્ટરો જોઈ ને તેમનું માનસ બદલાય તે હેતુ થી આ પેઇન્ટિંગ બનાવવામાં આવ્યા છે.
પી આઈ સી આર જાદવ એ સાબરકાંઠાના આઈ પી એસ દ્વારા ત્યાંના રૂરલ પોલીસ સ્ટેશનમાં આ પ્રકારના પોસ્ટર બનાવડાવામાં આવ્યા હતા. તે વીડિયો યુટ્યુબ પર જોઈ પ્રેરિત થઈ ને ત્યાં જે ચિત્રકારે આ ભીંતચિત્રો બનાવ્યા હતા તેમનો મોબાઈલ નંબર શોશિયલ મીડિયા દવારા મેળવી તેમને આ અંગે વાત કરી હતી. ચિત્રકાર પોતે હિંમતનગરની હિંમત સ્કૂલમાં આચાર્ય છે અને નિસ્વાર્થ ભાવે આ ચિત્રોને પોલીસ સ્ટેશન ની દીવાલો પર  કંડાર્યા હતા.આ સિવાય પી આઈ દ્વારા સરદારનગર પોલીસ સ્ટેશનમાં સ્ટાફ માટે જિમની વ્યવસ્થા કરવામાં આવી છે.
બાઈટ : C .R. JADAV, PI, SARDARNAGAR POLICE STATION

જે પોલીસ મિત્રો કામની વ્યસ્તતાને લીધે પોતાના શરીરની કાળજી નથી રાખી શકતા તેને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા કરવામાં આવી છે આમ સરદારનગરના પીઆઇ ની આ પહેલ ખરેખર સમાજ મારે એક ઉદાહરણ સાબિત કરે છે અને સમાજ માં આવા ગુનાહિત પ્રવુતિ કરનાર લોકો પણ સમાજ માટે કઈ કરી બતાવે ત્યારે આ કાર્ય ની સાચી પૂર્ણતા નો અહેસાસ જોવા મળશે સરદાર નગર પીઆઇ અને તમામ સ્ટાફ આ પહેલ માટે ખરેખર અભિનંદન ને પાત્ર છે અને તેમને આ ઉત્કૃષ્ઠ અને પ્રશંશનીય કાર્ય બદલ સલામ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here