Home અમદાવાદ અમદાવાદ : સોલા સિવિલમાં છેલ્લા 5 દિવસથી AC બંધ હોવાથી અનેક મેજર...

અમદાવાદ : સોલા સિવિલમાં છેલ્લા 5 દિવસથી AC બંધ હોવાથી અનેક મેજર સર્જરી અને ઓપરેશન અટવાયા

0
7
  • ઇમરજન્સી સારવાર લઇ રહેલા દર્દીઓના જીવ તાળવે ચોંટ્યા
  • સુવિધાના અભાવે દર્દીઓને અન્ય હોસ્પિટલમાં જવા માટે ફરજ પડી

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 5 દિવસથી AC બંધ હાલતમાં હોવાને કારણે અનેક મેજર સર્જરી અને ઓપરેશન અટવાઈ ગયાં છે. બિલ ભરવાનું બાકી હોવાના કારણે AC બંધ કરવામાં આવ્યા હોવાની વાત હાલમાં ચર્ચાઈ રહી છે. સોલા સિવિલ તરફથી PIUમાં લેટર પણ લખવામાં આવ્યો છે. જે લેટર સામે આવતાં જ આ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.
લેટર સિવિલમાં તમામ AC ચાલુ કરાવવા બાબતે હતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે સોલા સિવિલનો લેટર સામે આવતાં હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. સોલા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ દ્વારા PIU (પ્રોજેક્ટ ઈમ્પીમેન્ટેશન યુનિટ)ને એક લેટર લખવામાં આવ્યો હતો. જે લેટર સિવિલમાં તમામ AC ચાલુ કરાવવા બાબતેનો હતો. લેટરમા સ્પષ્ટ રીતે લખ્યું હતું કે 15 ફેબ્રુઆરીથી તમામ વિભાગના ઓપરેશન થિયેટર AC સદંતર બંધ હાલતમાં છે. હાલની પરિસ્થિતિ જોતા ગરમીના કારણે પરસેવો થવાથી દર્દીને ઇન્ફેક્શન થવાની ભય છે. આ પરિસ્થિતિમાં દર્દીને એનેસ્થેસીયા આપવું શક્ય નથી જેના કારણે કોઈપણ પ્રકારની સર્જરી થઈ શકતી નથી. AC અંધ હોવાને સર્જરી બંધ રાખવી પડી છે જેથી દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે.

આ પત્રના કારણે AC બંધ હાલતમાં હોવાની વાત બહાર આવી
આ પત્રના કારણે AC બંધ હાલતમાં હોવાની વાત બહાર આવી

PIU વિભાગને અગાઉ મૌખિક જાણ કરવામાં આવી છેઃ RMO ડૉ. પ્રદિપ
આ અંગે સોલા સિવિલમાં RMO ડૉ. પ્રદિપે જણાવ્યું હતું કે તેમના દ્વારા PIU વિભાગને અગાઉ મૌખિક જાણ કરવામાં આવી છે અને હવે લેખિતમાં જાણ એવામાં આવી છે.છેલ્લા 5 દિવસથી કોઈ ઓપરેશન અને સર્જરી થઈ શકી નથી તો તાત્કલિક AC શરૂ કરવામાં આવે તો સર્જરી થઈ શકશે.

સોલા સિવિલમાં RMO ડૉ. પ્રદિપ
સોલા સિવિલમાં RMO ડૉ. પ્રદિપ

દર્દીઓને અન્ય હોસ્પિટલમાં જવા માટે ફરજ પડી
સોલા સિવિલમાં અનેક દર્દીઓ પોતાના ઓપરેશન માટે આવતાં હોય છે. ત્યારે ઓપરેશન થિયેટરમાંજ AC બંધ રહેતા તેમને સર્જરી રદ કરાવવી પડી છે. જ્યારે કેટલાક ઈમરજન્સી દર્દીઓને અન્ય હોસ્પિટલમાં જવા માટે ફરજ પડી હતી. જેના કારણે અનેક લોકો હાલાંકીનો ભોગ બન્યાં છે. આ અંગે હવે સત્તાવાર પત્ર પણ બહાર આવ્યો છે. તેમ છતાં હજી આ સ્થિતિ યથાવત રહી છે. સિવિલ તંત્ર હવે ટુંક સમયમાં જ આ સમસ્યાનો નિકાલ કરવા માટે જે તે વિભાગને જાણ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Powered by Live Score & Live Score App