અમદાવાદ : અત્યારસુધી 3 હજાર લોકોને યોગ કરાવી ચૂક્યાં

0
6

અમદાવાદ આમ તો મણિનગરના તબિબ ડો.હિતેશ રામાનૂજ આંખના નિષ્ણાત છે પણ છેલ્લા 20 વર્ષથી પોતે તો યોગની પ્રેક્ટિસ કરે જ છે તેની સાથે લોકોને પણ દવા નહીં પણ યોગથી શું લાભ થઈ શકે તે માટે પ્રેરિત કરે છે. જેઓ 7 વર્ષની ઉંમરે શિર્ષાસન કરતાં થઈ ગયા હતાં. કોરોનાકાળમાં પણ તેમણે માત્ર શહેરના જ નહીં વિદેશમાં પણ ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા લોકોને યોગ કરતાં કરી દીધા છે. અત્યારસુધીમાં તેમણે 3 હજાર કરતાં વધારે લોકોને યોગ તરફ વાળ્યાં છે. તેઓ પોતે તો અઘરા આસનો કરે જ છે પણ બીજા સામાન્ય લોકો કઈ રીતે સરળતાથી કરી શકે તેની પણ સમજ આપે છે. તેઓ અત્યારસુધી 3 હજાર લોકોને યોગ કરાવી ચૂક્યાં છે.

તબિબ છું એટલે માત્ર મેડિકલ પ્રેક્ટિસને જ મહત્વ નહીં આપું. તેની સાથે સાથે યોગ પણ આપણી લાઈફમાં મહત્વનો ભાગ ભજવે છે યોગ મારૂ પેશન છે. આ વાત મેં મારા 20 વર્ષના અનુભવ પછી જાણી છે. મને થયું કે મારે યોગનો મેસેજ લોકોને પણ આપવો જોઈએ તે માટે છેલ્લા છ વર્ષથી યોગ કરાવું છું. જો કે કોરોનાકાળમાં સવારે 5.45થી ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર જ સેશન્સ શરૂ થઈ જાય છે. કોઈ પણ પ્રકારની ફી લીધા વિના મને આ કામ કરવું ખૂબ ગમે છે. મેં યોગની શરીર પરની અસરો અને મેડિકલ સાયન્સના સમન્વયથી જાણકારી મેળવી છે. મારા સમ્પર્કમાં 30 જેટલા લોકો એવા છે જેમને કોરોના હતો પણ હોસ્પિટલમાં દાખલ થયા વિના સાજા થયાં. -ડો.હિતેશ રામાનૂજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here