Saturday, September 25, 2021
Homeઅમદાવાદ : સોશિયલ મીડિયા : પ્રેમમાં પડેલી 2 સંતાનની માતા પાસેથી પ્રેમીએ...
Array

અમદાવાદ : સોશિયલ મીડિયા : પ્રેમમાં પડેલી 2 સંતાનની માતા પાસેથી પ્રેમીએ રૂ.10.75 લાખ પડાવ્યા

પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

મણિનગરમાં રહેતી 33 વર્ષીય બે સંતાનોની માતાને સોશિયલ મીડિયા મારફતે એક યુવક સાથે પરીચય થયો હતો. બાદમાં બન્ને વચ્ચે વાતચીત થઈ અને ધીરે ધીરે પ્રેમ થઈ ગયો હતો. આ દરમિયાન મહિલાએ તેના પ્રેમીને જણાવ્યું હતું કે, મારા પિતા કોલકતામાં શિક્ષક તરીકે નિવૃત્ત થયેલ છે અને તેમના ફંડના બચતના પૈસા મારી પાસે છે. આ વાત જાણ્યા પછી પ્રેમીની દાનત બગડતા તે મહિલા પાસે પૈસા માગતો હતો. જો કે મહિલાએ પૈસા આપવાનો ઈન્કાર કરતા પ્રેમી યુવકે જો તુ મને પૈસા નહીં આપે તો હું તારા પતિ સહીતના લોકોને આપણા સંબંધની જાણ કરી દઈશ તેવી ધમકી આપી હતી. જેથી પોતાની ઈજજત જાય નહી અને ઘરસંસાર ન બગડે તે માટે મહિલા પૈસા આપવા સંમત થઈ હતી. બાદમાં પ્રેમી યુવકને થોડા પૈસા આપ્યા હતા, જો કે એક વખત પૈસા મળ્યા બાદ પ્રેમીએ વારંવાર બદનામ કરી દેવાની ધમકી આપીને મહિલા પાસેથી અલગ અલગ સમયે કુલ મળીને રૂ. 10.75 લાખ પડાવી લીધા હતા જે પૈકી અમુક રકમ પ્રેમીએ તેના બેંક ખાતામાં અને અમુક તેના પિતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. વધુમાં પૈસા પાછા આપવાના નામે તેણે નોટરી કરાર કર્યો હતો પરંતુ પાછળથી પૈસા નહી આપી વિશ્વાસઘાત કર્યો હતો.

દરમિયાન મહિલાનો પતિ અને તેના સસરા પ્રેમીના ઘરે જઈને તપાસ કરતા તે મળ્યો નહતો પરંતુ તેના પિતાએ પૈસા લીધાનો એકરાર કરી તેમણે પૈસા પરત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. દરમિયાન પ્રેમી ઘરે હાજર ન હતો તેથી તેને મહિલાએ ફોન કરતા તેણે ઉશ્કેરાઈને મારા ઘરે કેમ ગયા હવે હું તને છોડીશ નહીં અને તારા પતિનુ મર્ડર કરી દઈશ તેવી ધમકી આપી હતી. આ સ્થિતિમાં માનસિક તણાવમાં આવી ગયેલી મહિલાએ ગઈ તા26 મીના રોજ તેના ઘરમાં રૂમનો દરવાજો બંધ કરીને આત્મહત્યા કરવાના ઈરાદે 15 જેટલી ઉંધની ગોળીઓ ખાઈ લીધી હતી. દરમિયાન તેના પતિએ ઘરે જઈને મહિલાને રૂમનો દરવાજો તોડી બહાર કાઢી હોસ્પિટલ લઈ જતા તેનો બચાવ થયો હતો.ત્યારબાદ મહિલાએ તેના પ્રેમી તથા પ્રેમીના પિતા વિરુદ્ધ છેતરપિંડી વિશ્વાસઘાત અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી.

પિતાનુ મકાન વેચી નાખવા ધમકી આપી હતી

મહિલા પાસેથી તેના પિતાના નિવૃતિ સમયે આવેલા રૂ. 10 લાખથી વધ પડાવ્યા બાદ પ્રેમીએ કહ્યુ હતુ કે તારા પિતાની માલિકીનુ કોલકત્તા ખાતેનુ મકાન વેચીની મને પૈસા આપ નહીં તો હું તારો ઘરસંસાર બગાડી દઈશ જેથી કંટાળીને મહિલાએ તેના પતિ અને પિતાને સમગ્ર વાત કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments