Friday, April 19, 2024
Homeઅમદાવાદ : દહેજ માટે પુત્રવધૂને ત્રાસ આપનારાં સાસુ-સસરાનો વિરોધ કરનારા પુત્રને ઘરમાંથી...
Array

અમદાવાદ : દહેજ માટે પુત્રવધૂને ત્રાસ આપનારાં સાસુ-સસરાનો વિરોધ કરનારા પુત્રને ઘરમાંથી કાઢી મુકાયો

- Advertisement -

પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

સામાન્ય રીતે પતિ અને સાસરિયાં સામે પત્ની દહેજની માગણી અને શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવે છે, જ્યારે એનાથી અલગ એક પોલીસ ફરિયાદ નરોડા પોલીસ સ્ટેશને નોંધાઈ છે, જેમાં સાસરિયાંની દહેજની માગણી અને ત્રાસની સામે પત્નીનો પક્ષ લેનારા પતિને તેના પરિવારે ઘરમાંથી કાઢી મૂકી મિલકતમાંથી બેદખલ કરી દેતાં આખરે પત્નીએ સાસરિયાંના સાત સભ્યો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રો અનુસાર, નરોડા ખાતે રહેતી યુવતીના લગ્ન દસક્રોઈ તાલુકાના એક ગામમાં રહેતા તેના સમાજના યુવક સાથે થયા હતા. લગ્નના ચાર-પાંચ માસ સારી રીતે રાખ્યા બાદ સાસુ-સસરા, નણંદ સહિતનાં સાસરિયાં યુવતીને કોઈપણ વાંક-ગુના વિના માનસિક ત્રાસ આપતાં હતાં. સંસાર ન બગડે એ માટે યુવતી બધું સહન કરતી હતી. યુવતીને સવારે ઊઠતાં મોડું થાય તો સસરા રૂમના દરવાજે લાતો મારી યુવતીને કહેતા કે તને અમારે રાખવી જ નથી.

પિયરથી 25 લાખ લઈ આવ તો જ તને રાખીશું

તું તારા પિયરથી દહેજમાં કાંઈ લાવી નથી, પિયરથી 25 લાખ લઈ આવ તો જ તને રાખીશું. આ બાબતે યુવતીના પતિ યુવકે તેની તરફેણ કરતાં સાસુ-સસરાએ તેને કહ્યું, તારે તારી પત્નીની સાઈડ લેવી હોય તો તું પણ આ ઘર છોડીને ચાલ્યો જા અને તારા સસરાને કહે તને મકાન લઈ આપે. આ સંજોગોમાં અસહ્ય ત્રાસથી યુવતી તેનાં માતા-પિતાને વાત કરતાં તેમણે સમાધાન કરાવ્યું, પણ થોડા દિવસ પછી ફરી યુવતીને ત્રાસ આપવાનું ચાલુ થઈ ગયું હતું.

પ્રતીકાત્મક તસવીર.
પ્રતીકાત્મક તસવીર.

દહેજની માગણી અને ત્રાસની ફરિયાદ નોંધાવી

દરમિયાન થોડા મહિના પહેલાં યુવતી પાસે દહેજની માગણી કરી ઘરમાંથી કાઢી મૂકી હતી, જેથી યુવતી પિયર આવી ગઈ હતી, થોડા દિવસ પછી તેનો પતિ પણ તેની સાથે આવી ગયો હતો. આ સંજોગોમાં યુવતીના સસરાએ યુવકને પોતાની મિલકતમાંથી બેદખલ કરવાની જાહેરાત આપી હતી. આ મામલે સમજાવટ છતાં કોઈ પરિણામ ન આવતાં યુવતી સાસુ-સસરા સહિત સાત લોકો વિરુદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં દહેજની માગણી અને ત્રાસની ફરિયાદ નોંધાવી હતી.

આખરે પિતા સામે પુત્રનો કોર્ટ કેસ

પત્નીને પરિવાર દ્વારા દહેજની માગણી કરીને માનસિક ત્રાસ અપાતાં પતિએ તેનો પક્ષ લીધો હતો,. જેની સામે તેના પરિવારે તેને મિલકતમાંથી બેદખલ કરવાની તજવીજ હાથ ધરતાં પુત્રએ પોતાનો હક હિસ્સો મેળવવા પિતાના નિર્ણય સામે કોર્ટમાં કેસ કર્યો હતો.

બે નણંદને વાત કરી તો ધમકાવી

સાસુ-સસરા વારંવાર દહેજની માગણી કરી ઘરમાં નોકરાણી જેવું વર્તન કરતા હોઈ પરિણીતાએ લગ્ન બાદ સાસરીમાં ઠરીઠામ થયેલી બે નણંદો પિયરમાં આવતાં તેઓ તેની વાત સમજશે એવું વિચારીને વાત કરી હતી. જોકે ભાભીને મદદ કરવાના બદલે નણંદોએ પોતાનાં માતા-પિતાનું ઉપરાણું લઈને પરિણીતાને ગાળો બોલી માર માર્યો હતો. તેના પતિને પણ પત્નીનો પક્ષ લેવા બદલ ધમકાવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular