Saturday, September 25, 2021
Homeઅમદાવાદ : ગુજરાત યુનિ.નું ખાસ કોન્વોકેશન ૧૨ ઓગસ્ટે
Array

અમદાવાદ : ગુજરાત યુનિ.નું ખાસ કોન્વોકેશન ૧૨ ઓગસ્ટે

ગુજરાત યુનિવર્સિટી દ્વારા સ્પેશયલ કોન્વોકેશનની આજે જાહેરાત કરી દેવાઈ છે.જે મુજબ ૧૨મી ઓગસ્ટે ખાસ પદવીદાન સમારોહ યોજાશે.ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઘણા વિદ્યાર્થીઓ વધતા જુદી જુદી ફેકલ્ટીમાં ૯ હજારથી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત થશે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા દર વર્ષે બે વાર કોન્વોકેશન યોજાય છે.જેમાં ડિસેમ્બર-જાન્યુઆરીમાં મુખ્ય વાર્ષિક પદવીદાન સમારોહ યોજાય છે અને ત્યારબાદ જુલાઈ-ઓગસ્ટમાં મીડ કોન્વોકેશન એટલે કે સ્પેશ્યલ કોન્વોકેશન યોજાવામા આવે છે.જેમાં અગાઉ પદવી ન લઈ શકનારા અને ખાસ કરીને મેડિકલ-ડેન્ટલના વિદ્યાર્થીઓ વધુ હોય છે.ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મીડ કોન્વોકેશન માટે વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

ગત વર્ષે ૬ હજારથી વધુ વિદ્યાર્થીઓ હતા ત્યારે આ વર્ષે ૧૦ હજાર જેટલુ રજિસ્ટ્રેશન થયુ છે જેમાં ફાઈનલ વિવિધ ફેકલ્ટીમાં ૯ હજારથી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત થશે.કોરોનાને લીધે ગત વર્ષે ઘણા વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યુ ન હતુ અને મેડિકલ-ડેન્ટલની પરીક્ષાઓ પણ મોડી થઈ હતી.૧૨મી ઓગસ્ટે યુનિ.ના સેનેટ હોલમાં કુલપતિની અધ્યક્ષતામાં આ કોન્વોકેશન યોજાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments