અમદાવાદ શહેરમાં ટૂવ્હીલરની 50, કારની 60, રિક્ષા,ભારે વાહનોની 40ની સ્પીડ નક્કી કરાઈ

0
26

અમદાવાદઃ અમદાવાદમાં વધી રહેલી ટ્રાફિક અને અકસ્માતોની સંખ્યા ઘટાડવા તમામ રોડ પર વાહનની સ્પીડ નક્કી કરાઈ છે. શહેરની અંદરના તમામ રસ્તાઓ અને એસપી રિંગ રોડ ઉપર ટૂ વ્હીલર માટે 50, થ્રી વ્હીલર માટે 40, કાર માટે 60 અને ટ્રક સહિતના વાહનો માટે 40 ની સ્પીડ નક્કી કરાઇ છે. જ્યારે એસજી હાઈવે અને નારોલથી નરોડા હાઈવે કે જે નેશનલ હાઈવેમાં આવે છે , તેના ઉપર ટૂ વ્હીલર 80, થ્રી વ્હીલર 50, કાર 100, મીની લકઝરી બસો 90 જ્યારે ટ્રક – ટ્રેલર સહિતના ભારે વાહનો માટે 80 ની સ્પીડ નક્કી કરવામાં આવી છે.

પોલીસ કમિશનર એ.કે.સિંઘે સોમવારે સાંજે જાહેરનામુ બહાર પાડયુ છે , જેનો અમલ 12 ઓગસ્ટની રાતથી શરૂ કરી દેવાયો છે. વાહનની સ્પીડ નક્કી કરનારું અમદાવાદ ગુજરાતનું પહેલું શહેર છે. અમદાવાદમાં હાલમાં વાહનોની સંખ્યા 44 લાખ છે , જેની સામે ટ્રાફિક પોલીસના 1000 જવાનો ટ્રાફિક નિયમન કરે છે. જ્યારે ટ્રાફિક પોલીસ પાસે ઓવર સ્પીડના કેસ કરવા માટે માત્ર 5 જ સ્પીડ ગન છે. તો ટ્રાફિક પોલીસ ઓવર સ્પીડના કેસો કેવી રીતે કરશે , તે સૌથી મોટો સવાલ છે. ઓવર સ્પીડ બદલ અત્યારસુધી રૂ. 1000 દંડ વસૂલ કરાતો હતો. પરંતુ સોમવાર રાતથી તેમની પાસેથી દંડ તો વસૂલ કરવામાં આવશે પરંતુ તેમની સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવશે જેમાં મહત્તમ 2 વર્ષની સજા થઇ શકે છે.

મોટર વ્હીકલ એકટ 1988 ની કલમ 183(1)(2) – ઓવર સ્પીડમાં વાહન ચલાવતા પહેલી વખત પકડાય તો રૂ. 400, બીજી વખત રૂ. 1000 દંડ.

મોટર વ્હીકલ એકટ કલમ 184 – ભયજનક વાહન ચલાવનારને 1 હજાર દંડ અથવા તો 6 માસની સજા અને બીજી વખત 2 હજાર દંડ કે 2 વર્ષની જેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here