Saturday, January 18, 2025
Homeઅમદાવાદ : નારણપુરાની સેન્ટ ઝેવિયર્સ લોયલાની ઓફિસ સીલ, મચ્છરના બ્રિડિંગ મળતા કાર્યવાહી
Array

અમદાવાદ : નારણપુરાની સેન્ટ ઝેવિયર્સ લોયલાની ઓફિસ સીલ, મચ્છરના બ્રિડિંગ મળતા કાર્યવાહી

- Advertisement -

અમદાવાદ: મ્યુનિસિપલ હેલ્થ વિભાગે છેલ્લા કેટલાક દિવસોથી સ્કૂલ તેમજ કન્સ્ટ્રક્શન સાઈટો પર મચ્છરના બ્રિડિંગના તપાસ હાથ ધરી છે. જેને પગલે આજે નારણપુરામાં આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલમાંથી મચ્છરના બ્રિડિંગ મળી આવતા હેલ્થ વિભાગે સ્કૂલની વહીવટી ઓફિસને સીલ માર્યું છે. ઉલ્લેખનીય છે કે, 10 જુલાઈએ પણ હેલ્થ વિભાગને લાંભાની એ.એમ. સ્કૂલમાં તપાસ દરમિયાન સ્કૂલનું બેઝમેન્ટ આખું પાણીમાં ગરકાવ જોવા મળ્યું હતું અને તેમાં સંખ્યાબંધ મચ્છરોના બ્રિડિંગ જોવા મળ્યા હતા. ઉપરાંત પાણીના નિકાલ માટે કોઈપણ પ્રકારનું આઉટલેટ પણ ન હોવાથી સ્કૂલના પ્રિન્સિપાલની ઓફિસ સીલ કરી હતી.

10 જુલાઈએ 39 એકમ ચેક કર્યા, 18ને નોટિસ આપી, 92,500 દંડ ફટકાર્યો
મ્યુનિસિપલ હેલ્થ વિભાગે બુધવારે કન્સ્ટ્રક્શન સાઈટો સહિતના 39 એકમનું ચેકિંગ કર્યું હતું. જેમાં 18ને નોટિસ આપી કુલ રૂ.92,500નો દંડ વસૂલ કર્યો હતો. સરખેજના જૈનબ એવન્યુ સાઇટ અને હાઇવે સર્વિસ સેન્ટરમાંથી પણ બ્રીડિંગ મળી આવ્યા હતા. નોંધનીય છે કે, મંગળવારે પણ મ્યુનિ.એ 143 સ્થળે તપાસ કરી હતી જેમાંથી 15 સાઈટ પરથી મચ્છરના બ્રીડિંગ મળી આવ્યા હતા. 5 સાઈટ સીલ કરાઈ હતી અને 67ને નોટિસ ફટકારી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular