Wednesday, January 19, 2022
Homeઅમદાવાદઅમદાવાદ : વિદ્યાર્થીઓને કોલેજોના કારણે 50 ટકા ટ્યુશન ફી પરત લેવા ધક્કા...

અમદાવાદ : વિદ્યાર્થીઓને કોલેજોના કારણે 50 ટકા ટ્યુશન ફી પરત લેવા ધક્કા ખાવા પડયાં

ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) હેઠળ ઉચ્ચ શિક્ષણનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને 50 ટકા ટ્યુશન ફી પરત આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ એક ફોર્મ ભરીને કોલેજના હેલ્પ સેન્ટર પર આપવાનું હોય છે. પરંતુ કોલેજોના હેલ્પ સેન્ટર બંધ હાલતમાં હોવાથી ગુજરાત યુનિવર્સિટીના હેલ્પ સેન્ટર પર ફોર્મ જમા કરવા માટે આવેલા વિદ્યાર્થીઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો.અમદાવાદમાં 15 હેલ્પ સેન્ટર આપવામાં આવ્યા હોવા છતાં મોટા ભાગના સેન્ટર બંધ હાલતમાં છે. કારણે વેરિફિકેશન કરવા માટે સરકાર તરફથી કોઈ રકમ આપવામાં આવતી નથી.

વિદ્યાર્થીઓનો યુનિવર્સિટીમાં ઘસારો જોવા મળ્યો

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) તેજસ્વી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણની ટ્યુશન ફી પરત લેવા માટે ફોર્મ ભરીને પોતાના ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરાવવા માટે જાય છે. પરંતુ ત્યાંથી તેઓ નિરાશ થઈને પરત ફરે છે. બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીમાં પણ લાયબ્રેરીમાં આવેલ હેલ્પ સેન્ટર પર વેરિફિકેશન કરવામાં આવે છે. જ્યાં અમદાવાદ અને બહારગામથી આવનારા વિદ્યાર્થીઓ વેરિફિકેશન કરાવે છે. કોલેજોમાં હેલ્પ સેન્ટર બંધ હોવાથી તમામ વિદ્યાર્થીઓનો યુનિવર્સિટીમાં ઘસારો જોવા મળ્યો હતો.

 

યુનિવર્સિટીમાં વેરિફિકેશન માટે આવેલા વિદ્યાર્થીઓ
યુનિવર્સિટીમાં વેરિફિકેશન માટે આવેલા વિદ્યાર્થીઓ

યુનિવર્સિટીમાં આવેલા વિદ્યાર્થીઓએ શું કહ્યું?

કૃણાલ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે હું BBAમાં અભ્યાસ કરું છું. હું ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવવા અગાઉ નરોડાની GCS કોલેજ ખાતે ગયો હતો.પરંતુ ત્યાં રાહ જોવડાવ્યા બાદ અહીંયા કામ બંધ છે તેવું કહેવામાં આવ્યું હતું. જેથી આજે ગુજરાત યુનિવર્સિટીના લાયબ્રેરી ખાતેના હેલ્પ સેન્ટર ખાતે આવ્યો છું. અમૃતા નામની વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે હું મણિનગરથી આવું છું. હું ગવર્મેન્ટ કોમર્સ કોલેજ કુબેરનગર ખાતે વેરિફિકેશન કરાવવા ગઈ હતી. પરંતુ ત્યાં સેન્ટર બંધ છે તેવું કહેવામાં આવ્યું હતું. જેથી આજે ગુજરાત યુનિવર્સિટી ખાતે આવી છું. અન્ય એક દિવ્યાંગ વિદ્યાર્થીની ઓઢાવથી આવી હતી જે કે.કા. શાસ્ત્રી કોલેજમાં ભણે છે પરંતુ કોલેજનું હેલ્પ સેન્ટર હોવા છતાં વેરિફિકેશન કરાવવા ગુજરાત યુનિવર્સિટીમાં આવી હતી.

 

કોલેજોમાં વેરિફિકેશન બંધ હોવાથી વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં આવ્યા હતાં
કોલેજોમાં વેરિફિકેશન બંધ હોવાથી વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં આવ્યા હતાં

MYSYના વેરિફિકેશનની કામગીરી ફરજીયાત કરાવી હતી

ધોરણ 10 અને 12 બાદ ઉચ્ચ અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારની મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અમલી છે. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણમાં ટ્યૂશન ફીની 50 ટકા રકમ આપવામાં આવે છે. તાજેતરમાં દિવ્યભાસ્કર દ્વારા અમદાવાદના બે હેલ્પ સેન્ટર પર સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જ્યાં હકીકત જાણવા મળી છે. સેપ્ટ(CEPT) યુનિવર્સિટી અને અમદાવાદ યુનિવર્સિટી પર તપાસ કરવામાં આવી હતી, જે બંને હેલ્પ સેન્ટર તદ્દન બંધ હાલતમાં છે. અગાઉ દિવ્યભાસ્કરમાં અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ KCG દ્વારા MYSYના તમામ હેલ્પ સેન્ટરના આચાર્યોને પત્ર લખીને હેલ્પ સેન્ટર પર MYSYના વેરિફિકેશનની કામગીરી ફરજીયાત કરવા જણાવ્યું છે. જે હેલ્પ સેન્ટર બંધ હશે તેની જવાબદારી નોડલ ઓફિસરની રહેશે.હેલ્પ સેન્ટર બંધ રાખવામાં આવે તો તે અંગે KCG ની મંજૂરી લેવા જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular