અમદાવાદ : મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલોમાં વાઇસ ચેરમેન તરીકે સુજય મહેતાની નિમણુંક કરવામાં આવશે

0
2

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલોના સંચાલન માટેના સ્કૂલ બોર્ડના ચેરમેન અને 12 સભ્યોની વરણી માટે 5 ઓગસ્ટના રોજ મેયર કિરીટ પરમારની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાશે. જેના પહેલા આજે સાંજે 4થી 6 વાગ્યા સુધીમાં ફોર્મ ભરવામાં આવશે. બપોરે 2.30 વાગ્યે સ્કૂલબોર્ડમાં સભ્ય તરીકે જેમને ફોર્મ ભરવાના છે તેવા ભાજપના સભ્યોને કોર્પોરેશન ખાતે બોલાવવામાં આવ્યા છે. મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના ચેરમેન તરીકે વિપુલ સેવકની અને વાઇસ ચેરમેન તરીકે સુજય મહેતાની નિમણુંક કરવામાં આવશે. વિપુલ સેવક મણિનગરના ભાજપના જુના કાર્યકર્તા છે અને દૂન સ્કૂલના પ્રિન્સિપાલ છે, જ્યારે સુજય મહેતા પૂર્વ કોર્પોરેટર છે.

સ્કૂલ બોર્ડના સભ્યોની યાદી
મ્યુનિ. કોર્પોરેશન સ્કૂલ બોર્ડના સભ્યો તરીકે અભય વ્યાસ, મુકેશ પરમાર, નવીન પટેલ, ઘનશ્યામ પટેલ, યોગીની પ્રજાપતિ, અમૃત રાવલ, લીલાધર ખડકે, જીગર શાહ તથા સુરેશ કોરાનીની નિમણુંક કરાઈ શકે છે.

મણિનગરના ભાજપના જુના કાર્યકર્તા વિપુલ સેવકની તસવીર
મણિનગરના ભાજપના જુના કાર્યકર્તા વિપુલ સેવકની તસવીર

 

સ્કૂલ બોર્ડમાં 15 સભ્યોની કમિટિ હોય છે

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી બાદ મેયર સહિતનાં હોદ્દેદારોની વરણી થયા બાદ વિવિધ કમિટીઓની રચના લાંબા સમય બાદ કરવામાં આવી હતી. કોરોના કાળના નામે વિવિધ કમિટિઓની મોડી વરણી બાદ હવે સ્કૂલબોર્ડની રચના કરવામાં આવશે. સ્કૂલબોર્ડમાં 15 સભ્યોની કમિટિ હોય છે જેમાં 3 સભ્યો DEO હોય છે અને બાકીના 12 સભ્ય તરીકે કોઇ પણ વ્યક્તિ ઉમેદવારી નોંધાવી શકે છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા લોકો જ ઉમેદવારી કરતા હોય છે.

શાહપુરની સરકારી સ્કૂલની તસવીર
શાહપુરની સરકારી સ્કૂલની તસવીર

 

5 ઓગસ્ટના રોજ ચૂંટણી યોજાશે

આગામી 5 ઓગસ્ટના રોજ સ્કૂલબોર્ડમાં 12 સભ્યની ચૂંટણી યોજવામાં આવશે. જેના માટે 22મી જુલાઇ સુધીમાં ઉમેદવારીપત્રો રજૂ કરવાનાં રહેશે. ત્યારબાદ 29મી જુલાઇએ મેયરની ઓફિસમાં તમામ ઉમેદવારી પત્રોની ચકાસણી કરાશે. બાદમાં 5 ઓગસ્ટના રોજ સાંજે ચારથી છ વાગ્યા સુધીમાં ચૂંટણી યોજાશે. સાંજે સાડા છ વાગ્યે મતગણતરી હાથ ધરાશે.

ઓવૈસીની પાર્ટીમાંથી પણ એક ઉમેદવાર ઊભો રહી શકે

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ સત્તાધારી પક્ષ હોવાથી સ્કૂલબોર્ડમાં પણ તેમના જ સભ્યોની વરણી કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડમાં ગત વખતે કોંગ્રેસના સભ્યો પણ હતા. જો કે આ ચૂંટણીમાં કોંગ્રેસ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ માટે હજી સુધી વિપક્ષના નેતા નક્કી નથી કરી શકી તો સ્કૂલ બોર્ડમાં સભ્યપદ માટે અરજી કરશે કે કેમ ? તે આજે નક્કી થશે. ઉપરાંત આ વખતે પ્રથમવાર ચૂંટાયેલાં ઓવૈસીની પાર્ટીનાં કોર્પોરેટરો સ્કૂલબોર્ડની ચૂંટણીમાં તેમનો એક ઉમેદવાર ઉભો રાખશે.

ભાજપે જાહેર કરેલી ચેરમેન અને સભ્યોની યાદી
ભાજપે જાહેર કરેલી ચેરમેન અને સભ્યોની યાદી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here