Wednesday, September 29, 2021
Homeઅમદાવાદઅમદાવાદ : એસ.વી.પી.હોસ્પિટલ : એમ.આર.આઈ. શરુ થતાં હજુ દસ દિવસ લાગશે

અમદાવાદ : એસ.વી.પી.હોસ્પિટલ : એમ.આર.આઈ. શરુ થતાં હજુ દસ દિવસ લાગશે

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એસ.વી.પી.હોસ્પિટલમાં વધુ પડતા ભેજના કારણે બંધ રાખવામાં આવેલ એમ.આર.આઈ.મશીન શરૃ થતા હજુ દસ દિવસનો સમય લાગશે એમ સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

આ અંગે મળતી માહીતી મુજબ,એમ.આર.આઈ.કેથલેબ, અને સીટીસ્કેન ખુબ જ મોંઘા અને સેન્સેટીવ છે.તેથી વધુ હયુમીડીટીના કારણે બંધ રાખવાની ફરજ પડે છે.આ સમસ્યાના કાયમી નિવારણ માટે હોટ વોટર પાઈપલાઈન,હીટ એકચેઈન્જર, અને એરહેન્ડલીંગ યુનિટમાં સુધારા-વધારાના કામો તાકીદના ધોરણે શરૃ કરાયા છે. સીટી સ્કેન અને કેથલેબ દર્દીઓની સેવા માટે ઉપલબ્ધ છે. એમ.આર.આઈ.મશીન શરુ થતા હજુ દસ દિવસ લાગશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments