કોરોનાં વાયરસને લઈને અમદાવાદનું તંત્ર એલર્ટમાં, સિવિલ હોસ્પિટલમાં હાથધરી આ કામગીરી

0
25

(રિપોર્ટર : રવિકુમાર કાયસ્થ)

અમદાવાદ,તા.29,

ચીનમાં હાલ કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે. આ પરિસ્થિતી વચ્ચે ચીનથી આવતા ભારતીયો પર પણ નજર રાખવામાં આવી રહી છે અને તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે. ત્યારે કોરોના વાઈરસને લઈને અમદાવાદનું તંત્ર હાલ એલર્ટમાં આવી ગયું છે.

શહેરની સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે. અને ચીનથી આવતા તમામ લોકોને ત્યા સારવાર આપવામાં આવશે. સાથેજ ચીનથી પરત ફરેલા તમામ લોકોનું મેડિકલ ચેકએપ પણ કરવામાં આવશે. અને વોર્ડમાં ડોક્ટર, નર્સ સહિત લેબોટરી વિભાગના સ્ટાફને તૈનાત કરી દેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છેકે, ચીનનાં વુહાનમાં જ કોરોના વાઇરસ સૌથી વધુ ફેલાયો છે અને તેને આ વાઇરસનું એપી સેન્ટર માનવામાં આવે છે. વિદેશ મંત્રાલય દ્વારા ચીનના સત્તાધીશો સમક્ષ વુહાન શહેરમાં ફસાયેલા 250 ભારતીયોને પરત મોકલવાની વ્યવસ્થા કરવા રજુઆત કરવામાં આવશે. ફસાયેલામાં મોટા ભાગના વિદ્યાર્થીઓ છે. વુહાન સહીત 12 શહેરોને ચીન પ્રશાસને સંપૂર્ણપણે સીલ કરી દીધા છે, આ શહેરોમા વાઇરસનો ભય વધુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here