અમદાવાદ : તાપમાનનો પારો 3થી 4 ડિગ્રી સુધી વધી શકે

0
4

રાજ્યમાં હાલ બેવડી ઋતુ ચાલી રહી છે. ત્યારે હવે હવામાન વિભાગે આગામી 4 દિવસ ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે. સૂર્યના તેજ પ્રકોપથી તાપમાનનો પારો 3થી 4 ડિગ્રી સુધી વધી શકે છે. સાથે જ 27 માર્ચ અને 28 માર્ચમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા તાલુકામાં હીટવેવની આગાહી છે. હીટવેવની આગાહીના પહેલ દરિયા કિનારાવાળા વિસ્તારોમાં તાપમાનમાં વધારો થશે. જેના કારણે લોકોને કાળઝાળ ગરમીનો અહેસાસ થશે.

સામાન્ય રીતે દરિયા કિનારાવાળા વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ ઓછું હોય છે. અને એ જ કારણે છે કે, લોકો ઉનાળા વેકેશનમાં પરિવાર સાથે દરિયા કિનારે જવાનું વધુ પસંદ કરે છે. પરંતુ આ વખતે આ સ્થળો પર પણ ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે. પોરબંદરનું હાલમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી પર પહોંચ્યું છે. હવામાન વિભાગે હીટવેવની આગાહી કરતા સ્થાનિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે.

બેવડી ઋતુથી શરદી, ઉધરસના દર્દીની સંખ્યા વધી
રાજ્યમાં એકતરફ કોરોના મહામારી ચાલી રહી છે. સતત નવા કેસોમાં વધારો થતા લોકોમાં ફરી એકવાર ડરનો માહોલ સર્જાયો છે .ત્યારે હાલમાં ચાલી રહેલી બેવડી ઋતુ શરદી, ઉધરસના સહિતના દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. સરકારી અને ખાનગી દવાખાનાઓમા શરદી, ઉધરસના દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યાં છે. શરદી, ઉધરસને કોરોનાના લક્ષણૉ પણ ઘણવામાં આવતા લોકોમાં સંક્રમણનો ખોફ વધુ ફેલાઈ રહ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here