Thursday, August 5, 2021
No menu items!
Homeઅમદાવાદ : શાહિબાગ પોલીસ સ્ટેડિયમમાં 72મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ, પાંચ પોલીસ...
Array

અમદાવાદ : શાહિબાગ પોલીસ સ્ટેડિયમમાં 72મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ, પાંચ પોલીસ જવાનોને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા

અમદાવાદમાં શાહિબાગ સ્થિત પોલીસ સ્ટેડિયમ ખાતે 72મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અમદાવાદ પોલીસ દ્વારા 5 પોલીસ જવાનોને મેડલ એનાયત કરવામાં આવ્યાં હતાં. પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં શહેરના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યાં હતાં અને તેમણે મેડલ મેળવનાર પોલીસ જવાનોને અભિનંદન પાઠવ્યાં હતાં.

પાંચ પોલીસ જવાનોને મેડલ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા
પાંચ પોલીસ જવાનોને મેડલ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા
આ પ્રસંગે પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે કહ્યું હતું કે પ્રજા અને પોલીસ વચ્ચે સુમેળ બની રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે. કોરોના કાળમાં સફાઈ કર્મીઓ, આરોગ્ય કર્મીઓ અને પોલીસ જવાનોએ ઉમદા કામગીરી નિભાવી છે. હાલમાં જે પોલીસ જવાનોને સન્માનિત કરવામાં આવ્યાં છે. તેમની પાસેથી અન્ય પોલીસ જવાનોએ પ્રેરણા લેવી જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે શહેરમાં વસ્તી વધી રહી છે જેને કારણે પોલીસ ઉપર પણ ભારણ વધી રહ્યું છે. ટ્રાફિકમાં પણ વધારો થઈ રહ્યો છે. તેમણે વધુમા જણાવ્યું હતું કે પોલીસની છાપ પ્રજામાં સારી થાય તે ખૂબ જ જરૂરી છે. કોરોના મહામારીમાં જે વીર જવાનો શહિદ થયાં તેમને સલામ. જે જવાનોએ યુદ્ધ સામે શહિદી વ્હોરી છે તે અમારા માટે પ્રેરણા રૂપ છે. શહિદ જવાનોની ઉમદા કામગીરીમાંથી શીખ લઈને આગળ કામ કરવામાં આવશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments