Wednesday, August 4, 2021
No menu items!
Homeઅમદાવાદ : બંધ પડેલી વી.એસ હોસ્પિટલ 100 બેડની વ્યવસ્થા સાથે તાત્કાલિક શરૂ...
Array

અમદાવાદ : બંધ પડેલી વી.એસ હોસ્પિટલ 100 બેડની વ્યવસ્થા સાથે તાત્કાલિક શરૂ કરાઈ

અમદાવાદમાં કોરોનાના કેસ વધતા હોસ્પિટલોમાં લગભગ બેડ ફૂલ થઈ ગયા છે. સિવિલ હોસ્પિટલમાં તો એમ્બ્યુલન્સમાં આવતા દર્દીઓને બેડ મળે તે માટે કલાકો રાહ જોવી પડે છે. એસ.વી.પી હોસ્પિટલ પણ દર્દીઓથી ઊભરાઈ ગઈ છે. એવામાં આખરે વી.એસ હોસ્પિટલને ફરીશી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વી.એસ હોસ્પિટલને કોવિડ કેરમાં ફેરવાઈ
શહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધતા બંધ પડેલી વી.એસ હોસ્પિટલને ફરીથી શરૂ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવાયો છે. વી.એસ હોસ્પિટલને તાત્કાલિક કોવિડ કેરમાં ફેરવવામાં આવી છે. જેમાં 100 બેડની વ્યવસ્થા ICU સાથે શરૂ કરાઈ છે. બીજી તરફ એસ.વી.પી હોસ્પિટલ પણ દર્દીઓથી ઉભરાઈ ગઈ છે.

મ્યુનિ.એ કોવિડ ડેઝિગ્નેટ હોસ્પિટલો વધારી
મ્યુનિ.એ કોવિડ ડેઝિગ્નેટ હોસ્પિટલો વધારી

સતત ત્રીજા દિવસે કોવિડ ડેઝિગ્નેટ હોસ્પિટલ વધારી
શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારા સાથે મ્યુનિ.એ પણ કોવિડની સારવાર માટે ડેઝિગ્નેટ કરાતી હોસ્પિટલોની સંખ્યા સતત ત્રીજા દિવસે વધારી છે. મ્યુનિ.એ વધુ 52 હોસ્પિટલને કોવિડ કેર હોસ્પિટલ તરીકે જાહેર કરી છે. આ હોસ્પિટલોમાં મળીને કુલ 783 બેડનો ઉમેરો થશે. જ્યારે 13 હોસ્પિટલમાં મળીને 316 બેડનો વધારો કરવામાં આવ્યો છે.

52 નવી હોસ્પિટલ- નર્સિંગ હોમ 783
13 હોસ્પિટલમાં બેડ વધારા સાથે 316
5 કોવિડ કેર સેન્ટર ઉભા કરીને 151
કુલ 1250

5 કોવિડ કેરમાં 151 બેડની વ્યવસ્થા
મ્યુનિ.એ સ્પષ્ટતા કરી છે કે, તેના ચોપડે નોંધાયેલા કોરોના પોઝિટિવ દર્દીને જ આ હોસ્પિટલોમાં દાખલ કરાશે. જો ખાનગી લેબમાં ટેસ્ટ કરાવ્યો હોય પણ મ્યુનિ. ચોપડે તેની નોંધ ન હોય તો હોસ્પિટલોમાં એડમિશન મળશે નહીં. મ્યુનિ.એ કોવિડકેર શરૂ કરવા ઈચ્છતી હોસ્પિટલોને અરજી કરવા પણ કહ્યું છે. કેટલાક માઇલ્ડ સિમ્પોટમેટિક દર્દીઓ આઇસોલશનમાં રહી શકે તે માટે મોનિટરિંગ અને મેડિકેશન ફેસિલિટી સાથેના કોવિડ કેર સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. આવા 5 કોવિડ કેર સેન્ટરોમાં 151 બેડની વ્યવસ્થા કરાઈ છે.

સોલા સિવિલમાં વેન્ટિલેટર સાથેના તમામ 50 બેડ ફૂલ
છેલ્લા કેટલાક દિવસથી ઓક્સિજન અને વેન્ટિલેટરની જરૂર હોય તેવા દર્દીની સંખ્યા વધી રહી છે. સોલા સિવિલમાં વેન્ટિલેટર સાથેના તમામ 50 બેડ ભરાઈ ગયા છે. હાલ અહીં 291 સારવાર હેઠળ છે. હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ પીનાબેન સોનાની જણાવ્યા અનુસાર, અહીં 400 આઈસોલેશન અને 50 વેન્ટિલેટર સાથેના આઈસીયુ છે. દરમિયાન સિવિલ કેમ્પસની વિવિધ હોસ્પિટલમાં 1856 દર્દી દાખલ છે. 1200 બેડ સિવિલ હોસ્પિટલ 1177 દર્દી સાથે લગભગ ફુલ થઈ ગઈ છે. ખાનગી હોસ્પિટલોમાં પણ 5048માંથી 4307 એટલે કે લગભગ 85 ટકા બેડ ભરાઈ ગયા છે. સિવિલની 1200 બેડમાં 313 દર્દી વેન્ટિલેટર અને બાયપેપ પર જ્યારે 520 દર્દી ઓક્સિજન પર રખાયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments